તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ફલ્લા ગામે બસ સ્ટેન્ડ પાસે જ સાંજે પ્લાસ્ટીકના દાણા ભરેલો એક ટોરસ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.જે બનાવમાં લગભગ 15 વિધાર્થીઓનો ચમત્કારીક બચાવ થયો હતો.રાજકોટ તરફ જતા હાઇવે રોડ પર ભયજનક ગોલાઇ પાસે પહોચતા ચાલકે કાબુ ગુમાવતા લથડીયા ખાતો ટ્રક પલટી મારી ગયો હતો.
જામનગર તાલુકાના ફલ્લા ગામે બસ સ્ટેન્ડ પાસે બુધવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે લગભગ પંદર જેટલા વિધાર્થીઓ પોતાના ગામે જવા માટે બસની રાહ જોઇ રહયા હતા. જે વેળાએ બનાવ બનતા તમામ વિધાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી.અમુક પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ એક તબકકે અમુક વિધાર્થીઓ ટ્રક નીચે દબાવવાની આશંકા પણ સેવાઇ રહી હતી.
ફલ્લા તથા આજુ બાજુના લગભગ 400 જેટલા લોકો તુરંત એકત્ર થયા હતા અને જાત મહેનત કરી પ્લાસ્ટીકના દાણા ભરેલો ટ્રક ખાલી કર્યો હતો.તાત્કાલિક બે જેસીબી મશીન પણ સ્થળ પર આવી ગયા હતા અને ટ્રક ને ઉંચી કરીને જોતા કોઇ વ્યકિત ન દેખાતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીઘો હતો.
વિધાર્થીઓના જણાવ્યા અનુસાર ટ્રક લથડીયા ખાતો આવતા જીવ બચાવીને ભાગી જતા તેઓનો ચમત્કારીક બચાવ થયો હતો.આ અકસ્માતના બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા અને બચાવ કાર્યમાં જોડાયેલા સૌ કોઇની સરાહના કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.