કાર્યવાહી:કનસુમરા પાસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક જોડિયાથી પકડાયો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે CCTV ફૂટેજ, બાતમીના આધારે શોધી કાઢ્યો

કનસુમરાના પાટિયા પાસે સોહનલાલ ધનાલાલ મેઘવાલ નામના આધેડ પોતાનું મોપેડ લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે પાછળથી ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવીને નાસી છૂટ્યો હતો જે કેસમાં પંચ-બી પોલીસે જુદા જુદા સીસીટીવી ફૂટેજ તપાસી પીળા કલરનું કન્ટેઈનરવાળું ટ્રક હોય તે બાતમીના આધારે ટ્રકની ઓળખી લઈ તેના ચાલક મંગલ ચરીતરભાઈ જાદવને જોડિયા પાસેથી પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...