ભેદ ખૂલ્યો:સિક્કાના વાડામાંથી 500 કિલો લોખંડના ભંગારની ચોરી કરનાર ત્રિપૂટી ઝડપાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એલસીબીએ ચોરાઉ સામાન સાથે સકંજામાં લીધા - Divya Bhaskar
એલસીબીએ ચોરાઉ સામાન સાથે સકંજામાં લીધા
  • સ્થાનિક ગુનાશોધક શાખાએ ભંગારના માતબર ચોરાઉ જથ્થા સાથે 3 શખસોને દબોચી લીધા
  • ભંગાર-વાહન કબજે, ત્રણેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી

જામનગર તાલુકાના સિક્કામાં એક ખાનગી કંપનીના ભંગારના વાડામાંથી કોઈ તસ્કરો 500 કિલો લોખંડના ભંગારની ચોરી કરી ગયા હતા જે ચોરીનો ભેદ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી તસ્કર ત્રિપુટીને ઝડપી લીધી છે.જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અમિતભાઈ રમેશભાઈ વોરાનું ફેબ્રિકેશનનું કામ સિક્કામાં હાઉસિંગ બોર્ડ સ્મશાન પાછળના ભાગમાં દરિયા કિનારે ચાલી રહ્યું છે, જેના લોખંડના માલ સામાન ના વાડામાંથી લોખંડની જૂની પ્લેટો સહિત અંદાજે 500 કિલો જેટલું લોખંડ ચોરાઈ ગયું હતું.

જે ચોરી અંગે અમિતભાઈ વોરા દ્વારા સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતીજે ફરિયાદના અનુસંધાને એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાંજ ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે અને 500 કિલો જેટલા ચોરાઉ ભંગારના માલ સામાન સાથે સિક્કા ગામના જ ફિરોજ હુસેનભાઇ ભટ્ટી, શકલીન ઓસમાણભાઈ ભટ્ટી, અને રસીદ હાજીભાઈ નામના ત્રણ શખસોને અટકાયતમાં લઈ લીધા છે અને તેઓ પાસેથી 500 કિલો જેટલો લોખંડનો ભંગાર અને એક વાહન કબજે કરી લીધું છે. જે ત્રણેયની વિશેષ પુછપરછ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...