તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવારમાં !:વકીલ હત્યા કેસમાં ત્રિપૂટીને વીડિયો કોલથી કોર્ટમાં રજૂ કરાઈ

જામનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ત્રણેય આરોપી કોરોના પોઝિટિવ
 • રિમાન્ડ પૂર્ણ, સારવાર બાદ જેલ હવાલે કરાશે

જામનગરમાં વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં પોલીસે ભાડુતિ મારા પુજારા બંધુ સહિત ત્રણ આરોપીની ધરપકડ બાદ 12 દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી હતી.જેના કોવિડ રીટેસ્ટ કરાતા ત્રણેય પોઝીટીવ જાહેર થયા હતા જેથી ત્રણેયને હોસ્પીટલ ખાતે પ્રિઝનર વોર્ડમાં ખસેડાયા છે.જેના રીમાન્ડ પુર્ણ થતા વિડીયો કોલ દ્રારા કોર્ટમાં રજુ કરાયા હતા.સારવાર બાદ ત્રણેયને જેલહવાલે કરાશે.

જામનગરના વકીલ કિરીટ જોશીના હત્યા કેસમાં પોલીસે કોલકતા ખાતેથી દિલીપ નટવરભાઇ પુજારા, તેના ભાઇ હાર્દિક અને જયંત અમૃતભાઇની ધરપકડ કરી હતી જેના પોલીસે 12દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી હતી.આરોપી ત્રિપુટી જુદા જુદા ચાર દેશ ઉપરાંત સાત રાજયોમાં ધુમી હોવાનુ ખુલતા પોલીસે તેને સાથે રાખી જુદા જુદા રાજય સુધી તપાસ લ઼બાવી પુરાવા એકત્ર કર્યા હતા.જેના રીમાન્ડ પુર્ણ થતા પોલીસે તેના કોવિડ રીટેસ્ટ કરાવ્યા હતા જેમાં ત્રણેય પોઝીટીવ જાહેર થયા હતા.આથી જી.જી. હોસ્પીટલના પ્રિઝનર વોર્ડમાં ખસેડી ચુસ્ત બંદોબસ્ત હેઠળ તેને સારવાર અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો