કામગીરી:પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી વૃક્ષનો કચરો ઉપાડવાનું શરૂ, તંત્રની મંજૂરી વિના જ કચરો ઠાલવ્યો હતો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જિલ્લા કલેકટર કચેરી હસ્તકના પ્રદર્શન ગ્રાઉન્ડમા વહીવટીતંત્રની મંજૂરી લીધા વગર મહાપાલિકાએ વૃક્ષનો કચરો ઠાલવ્યો હતો. આટલું જ નહીં આ મામલે જામ્યુકોના અધિકારીઓએ જવાબદારીની ફેંકાફેકી કરી હતી. જેનો અહેવાલ દિવ્યભાસ્કરે 10 ઓગષ્ટના પ્રકાશિત કરતા મહાપાલિકાએ પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી વૃક્ષનો કચરો ઉપાડવાનું શરૂ કર્યું છે. જામનગર શહેરમાં સાત રસ્તા પાસે આવેલું પ્રદર્શન ગ્રાઉન્ડ જિલ્લા કલેકટર કચેરી હસ્તક આવેલું છે.

આ ગ્રાઉન્ડના ઉપયોગ માટે શહેર પ્રાંત કચેરીમાંથી મંજૂરી લેવી પડે છે. શહેરમાં ગત તા.17 જુલાઇના વાવાઝોડા સાથે વરસાદના કારણે 200 થી વધુ વૃક્ષ પડી જતાં મનપાએ આ વૃક્ષના પાન, ડાળી સહિતનો કચરો પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઠાલવ્યો હતો. જેમાં બે વખત આગ પણ લાગી હતી. પરંતુ ગ્રાઉન્ડના ઉપયોગ માટે પ્રાંત કચેરીમાંથી મંજૂરી લીધી ન હતી. જેનો અહેવાલ દિવ્યભાસ્કરે પ્રકાશિત કર્યા બાદ મહાપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી વૃક્ષનો કચરો ઉપાડવાનું શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...