તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ સુવિધા:ઓખા-અર્નાકુલમ વચ્ચે ટ્રેનની 4 ટ્રીપ દોડશે

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ક્લોન ફેસ્ટિવલ ખાસ ટ્રેનનું બુકીંગ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે
 • ટ્રેનમાં થ્રી ટાયર અને સેકન્ડ સ્લીપર તેમજ દ્રિતિય શ્રેણીના કોચ રહેશે

તહેવારને અનુલક્ષીને ઓખા-અર્નાકુલમ વચ્ચે ટ્રેનની ચાર ટ્રીપ દોડશે. આ કલોન ફેસ્ટીવલ ટ્રેનનું બુકીંગ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેનમાં થ્રી ટાયર, સેકન્ડ સ્લીપર અને દ્રિતિય શ્રેણીના કોચ રહેશે. ટ્રેનમાં પૂર્ણ પણે રીર્ઝવેશન રહેશે. આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને યાત્રિકોની સુવિધા માટે રેલવે વિભાગે ઓખા-અર્નાકુલમ વચ્ચે ખાસ કલોન ફેસ્ટિવલ ટ્રેનની ચાર ટ્રીપ ચલાવવાનો નિર્ણય કરાયો છે.

ટ્રેન નં.06437 ઓખા-અર્નાકુલમ કલોન ફેસ્ટિવલ ટ્રેન ઓખાથી 17 અને 24 ફેબ્રુઆરીના ઓખાથી સવારે 6.45 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રીના 11.55 કલાકે અર્નાકુલમ પહોંચશે. ટ્રેન નં.06438 અર્નાકુલમ-ઓખા ટ્રેન 14 અને 21 ફેબ્રુઆરીના અર્નાકુલમથી સાંજે 7.35 કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે 4.40 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ સહિતના સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ટ્રેનમાં થ્રી ટાયર, સેકન્ડ સ્લીપર અને દ્રિતિય શ્રેણીના કોચ રહેશે. આ ટ્રેન પૂર્ણ રીતે રીર્ઝવેશન રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો