કાર્યક્રમ:જામનગરમાં કાલે અખંડ ભારતના સંકલ્પ સાથે મશાલ યાત્રા નીકળશે

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લાના વિહિપ અને બજરંગ દળના કાર્યકરો આ યાત્રામાં જોડાશે, વિવિધ બેઠકોનો દોર

જામનગરમાં 14 ઓગષ્ટના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા અખંડ ભારતની પરિકલ્પના સાથે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ભારતને અખંડ બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. જામનગરમાં 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14 ઓગસ્ટ ના શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા અખંડ ભારતની પરિકલ્પના સાથે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યાત્રા દરમિયાન ભારતને અખંડ બનાવવા સંકલ્પ પણ લેવામાં આવશે.

14મી ઓગસ્ટે આયોજિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની મશાલ યાત્રા માટે જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા પ્રખંડ કક્ષાએ વિવિધ બેઠકો પણ યોજાઈ હતી. જામનગરમાં 14મી ઓગસ્ટે સાંજે લાખોટા તળાવ નજીકના શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી આ મશાલ યાત્રા નીકળશે. જેનું પ્રસ્થાન મંદિરના મહંત પૂ. અખિલેશ્વરાનંદજી, શ્રીબાલા હનુમાન મંદિર ના ટ્રસ્ટી, પુજારી, જામનગરના અગ્રણી કૈલાસભાઈ રામોલિયા, સુનિલભાઈ પટેલ સહિતના શ્રેષ્ઠીઓ દ્વારા કરાવાશે.

આ યાત્રા હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદી બજાર, સજુબા સ્કૂલ, બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચી સંપન્ન થશે.આ મશાલ યાત્રાનું ઠેર-ઠેર અગ્રણી, વેપારીઓ અને બહેનો દ્વારા સ્વાગત માટે પણ ખાસ આયોજન કરાયું છે.જામનગરમાં મશાલ યાત્રાના આયોજન માટે બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, શહેર મંત્રી સુબ્રમણ્યમભાઈ પિલ્લે, સહ મંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, ધર્મેશભાઈ ગોંડલીયા

વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, સહ સંયોજક વિજયભાઈ અગ્રાવત, ધર્માંચાર્ય સંપર્ક વિભાગના સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, બજરંગ દળ જામનગર જિલ્લા સંયોજક પ્રિતમસિંહ વાળા સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા આયોજન માટે જુદી જુદી બેઠકો યોજી આખરી ઓપ અપાઈ રહ્યો છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારો, જ્ઞાતિઓ અને હિંદુ સમાજને આ મશાલ યાત્રામાં જોડાવા આહવાન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...