બહાલી:સલાયામાં માધ્યમિક શાળામાં ધો.9નો ત્રીજો વર્ગ શરૂ કરાશે

સલાયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા થ્રીડી JCB મશીનની ખરીદાશે, રોડ-ગટરના કાર્યો પૂર્ણ કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ હતી જેમાં તમામ પંદર મુદદાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.પાલિકા સંચાલિત માધ્યમિક શાળામાં ઘો. 9નો ત્રીજો વર્ગ શરૂ કરાશે.જયારે પાલિકા દ્વારા નવા થ્રીડી જેસીબી મશીનની ખરીદીનો નિર્ણય પણ કરાયો છે.

સલાયા નગરપાલિકાની સામાન્ય સભા તા.12ના પાલિકાના કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી.જેમાંઅઢાર સભ્યો હાજર રહયા હતા.જયારે આઠ સભ્યો ગેરહાજર રહયા હતા.બેઠકમાં એજન્ડા અંતર્ગત તમામ પંદર મુદદા(દરખાસ્ત)ને સર્વાનુમતે આપવામાં આવી હતી.

પાલિકાની સામાન્ય સભામાં પાલિકા દ્વારા નવુ થ્રીડી જેસીબી મશીન ખરીદ કરવાનુ નકકી થયુ છે.જયારે નગરપાલિકા સંચાલિત માધ્યમિક શાળામાં ઘો.9નો ત્રીજો વર્ગ શરૂ કરશે.જયારે બાકી રહેતા રોડ અને ગટરના કામો પણ પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો.