કાર્યવાહી:ઠેબામાં 7 દુકાનોના તાળા તોડી ચોરી કરનાર 9 વર્ષે પકડાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ તેણે આંગણવાડીમાં પણ હાથ અજમાવ્યો હતો

જામનગર નજીકના ઠેબા ગામે વર્ષ 2012માં અલગ-અલગ સાત દુકાનો તથા એક આંગણવાડીને નિશાન બનાવી નવ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પેરોલફર્લો સ્ક્વોડે રાજકોટ જિલ્લાના હડાળા ખાતેથી પકડી પાડ્યો છે.જામનગર જિલ્લાના ઠેબા ગામે વર્ષ 2012માં જુદી-જુદી સાત દુકાનોમાં ચોરી થવા પામી હતી. દુકાનની સાથે આંગણવાડી કેન્દ્રને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. પંચકોશી એ ડિવિઝન દફતરમાં નોંધાયેલા ફરિયાદ બાદ લાંબા સમય સુધી ગુન્હાનો ભેદ ઉકેલાયો ન હતો.

દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડને ચોક્કસ હકીકત મળી હતી કે આ ચોરીઓમાં સંડોવાયેલ શખ્સ રાજકોટ જિલ્લાના હડાળા ખાતે મજૂરી કામ કરી રહ્યો છે. જેને લઇને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પેરોલો ફર્લો સ્ક્વોડની એક ટીમે હડાળા પહોંચી હતી અને મજૂરી કામ કરતાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના જાઇ ગામના હતરિયા મગરસીંગ મસાણિયા નામના શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આ શખસને જામનગર લઇ આવી પંચકોશી એ ડિવિઝનને હવાલે કર્યો હતો. જે હવે તેની પુછપરછ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...