જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ત્રણ દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં જામનગરની સીટી એ. ડિવિઝન પોલીસની ટીમને સફળતા સાંપડી છે અને તસ્કર ત્રિપુટીને પકડી લઈ ચોરાઉ દાગીના અને રોકડ રકમ વગેરે કબજે કરી લીધા છે.
જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં રહેતા અને સુરુચી કુકિંગ ક્લાસ ચલાવતા બ્રિજેશભાઈ ભુપેન્દ્રભાઈ ભાઠા દ્વારા પોતાના બંધ મકાનમાંથી કોઈ તસ્કરો રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત પોણા છ લાખની માલ મત્તાની ચોરી કરી ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ચોરીમાં સંડોવાયેલા જામનગરના ફૂલીયા હનુમાન- ગોદળીયા વાસ વિસ્તારમાં રહેતા અજય રામુભાઈ દેવાસી, સુનિલ ઉર્ફે કાલીબુલી વિનુભાઈ ચારોલીયા, તેમજ ચોચા રમેશભાઈ કાંજિયા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે.
જેઓ કાપડની ફેરી કરતા હતા અને બંધ મકાન પર નજર રાખતા હતા. તે પૈકીના બંધ મકાનને ગત 13મી તારીખે રાત્રિના નિશાન બનાવી લીધું હતું. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી રૂપિયા 41 હજારની રોકડ રકમ અને સોના ચાંદીના ઓરીજનલ દાગીના સહિત 4,46,250 ની માલમતા કબજે કરી લીધી છે અને ત્રણેયની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.