તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જામનગરમાં તાપમાન બે ડિગ્રી વધ્યુ,પારો 36.5 ડિગ્રી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુસવાટા મારતા પવનથી બપોરે લૂ વર્ષા

જામનગરમાં ઉનાળાના પગરવ સાથે ફરી સુર્યનારાયણે આકરો દર્શાવ્યો હતો જેના પગલે ગુરૂવારે દિવસનો પારો બે ડિગ્રી વધીને 36.5 ડિગ્રીએ પહોચી ગયો હતો.ખાસ કરીને બપોરે બાર વાગ્યા બાદ તાપનો પ્રકોપ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયુ હતુ.બીજી બાજુ વેગીલો વાયરો પણ ફુંકાતા પવનની ઝડપ વધી સરેરાશ દશથી વીશ કિ.મિ. સુધી પહોચી હતી.બપોરે શહેરના માર્ગો પર આવા ગમન કરતા રાહદારીઓ અને વાહનચાલકોએ આકરા તાપ સાથે લૂ વર્ષાનો પણ અનુભવ કર્યો હતો.

જામનગરમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રીને આંબી જતા રાત્રે પણ ઠંડી મહદઅંશે ગાયબ રહી હતી.બીજી બાજુ ભેજમાં સામાન્ય વધઘટના પગલે દિવસે બપોરના સુમારે શહેરીજનોએ આ઼શિક ઉકળાટનો પણ અહેસાસ કર્યો હતો.ઉનાળાના આગમન સાથે જ આકરા તાપથી જનજીવન પ્રભાવિત થયુ હતુ.ખા કરીને શેરડી અને અન્ય ઠંડા પીણાની દુકાનો ધમધમવા લાગી છે.આગામી દિવસોમાં તાપનુ જોર વધવાની સંભાવના દર્શાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો