તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જામનગરમાં તાપમાનનો પારો 4.5 ડિગ્રી ગગડી ગયો

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • 30 કિ.મિ.ની ઝડપે વેગીલો વાયરો ફુંકાયો

જામનગરમાં મહતમ તાપમાનમાં ક્રમશ: વધારા બાદ મંગળવારે ફરી પારો 4.5 ડિગ્રી ઘટયો હતો જેથી આકરા તાપથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી.જોકે, બપોરે તાપનો મુકામ યથાવત રહયો હતો. બીજી બાજુ ત્રીસ કિ.મિ.ની ઝડપે વેગીલો વાયરો ફુંકાતા લૂ વર્ષાનો અહેસાસ પણ જનજીવને કર્યો હતો.જયારે સવાર-સાંજ વાતાવરણ આહલાદક રહયુ હતુ.

જામનગરમાં છેલ્લા પાંચેક દિવસ સુધી આકરા તાપના મુકામ બાદ મંગળવારે પારો ફરી નીચે સરકયો હતો અને મહતમ તાપમાન 35 ડિગ્રીએ સ્થિર થયુ હતુ જેથી તાપનુ જોર ઘટયુ હતુ.જોકે,બપોરના સુમારે તાપનો મુકામ યથાવત રહયો હતો.બીજીબાજુ વેગીલો વાયરો ફુંકાતા બપોરે વાહનચાલકોએ લૂ વર્ષાનો પણ અહેસાસ કર્યો હતો. શહેરમાં બપોરે બારથી ચાર વાગ્યા સુધી તાપ સાથે ગરમી બાદ પવનની નોંધપાત્ર ઝડપના કારણે સાંજે જનજીવને રાહતનો અહેસાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો