તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જામનગરનું તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યું, ભેજ વધ્યો

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લઘુતમ તાપમાન અડધો ડીગ્રી ઉંચકાયુ, પરોઢીયે ભારે ધુમ્મસથી ભારે મુશ્કેલી

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી તાપમાનમાં વધ ઘટ સાથે મહદઅંશે બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહયો છે. જામનગરમાં સોમવારે લઘુતમ તાપમાન અડધોક ડીગ્રી ઉંચકાયુ હતુ જેથી ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો હતો.

બીજી બાજુ શહેરમાં સુર્યનારાયણનો મિજાજ પણ થોડો હળવો પડતા મહતમ તાપમાન દોઢ ડીગ્રી નીચે સરકયુ હતુ.જેથી વાતાવરણ હુંકાળુ રહ્યુ હતુ. જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી લઘુતમ તાપમાનનો પારો 15 ડીગ્રી કે તેથી ઉપર રહયો છે જયારે મહતમ તાપમાન પણ અવિરત પણે ત્રીસ ડીગ્રીને પાર રહેતા રાત્રે ફુલગુલાબી ઠંડી અને દિવસે ખાસ કરી બપોરે આંશિક ગરમી એમ બેવડી ઋતુના સંક્રમણમાં જનજીવન સપડાયુ છે.જામનગરમાં સોમવારે પણ ભેજનુ પ્રમાણ વધી 74 ટકાએ પહોચતા ભારે ધુમ્મસના કારણે વહેલી શહેરને જોડતા ધોરીમાર્ગો પર અવર જવર કરતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. આગામી દિવસોમાં ઠંડી વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો