ઠંડીનું જોર વધ્યું:જામનગરના તાપમાનમાં કડાકો 24 કલાકમાં 2.5 ડિગ્રી ગગડી ગયું

જામનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાખોટાએ ધુમ્મસની ચાદર ઓઢી - Divya Bhaskar
લાખોટાએ ધુમ્મસની ચાદર ઓઢી
  • ઝાકળવર્ષાથી વાહનચાલકોને મુશ્કેલી
  • મહત્તમ તાપમાન પણ 2.3 ડિગ્રી ઘટી જતાં ઠંડક પ્રસરી

જામગનરમાં 24 કલાકમાં લઘુતમ તાપામાનમાં 2.5 ડિગ્રીનો કડાકો બોલી જતાં ઠંડીનું જોર વધ્યું છે. વહેલી સવારે ઝાકળ વર્ષાથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. મહતમ તાપમાન પણ 2.3 ડિગ્રી ઘટી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જામનગરમાં છેલ્લાં પાંચ દિવસથી લઘુતમ અને મહતમ તાપમાન ઉંચકાતા પુન: ગરમીનું જોર વધ્યું હતું. બુધવારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી અને મહતમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું.

પરંતુ છેલ્લાં 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2.5 ડિગ્રી અને મહતમ તાપમાનમાં 2.3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આથી ગુરૂવારે મહતમ તાપમાન 32.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે વહેલી સવારે અને રાત્રીના ટાઢોડું છવાઇ ગયું હતું. ગુરૂવારે વહેલી સવારે ઝાકળવર્ષાથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...