24 કલાક કંટ્રોલરૂમ શરૂ:લમ્પીથી પશુના મોત બાદ તંત્ર જાગ્યું

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિમંત્રીની તાકીદની બેઠક, 2 પશુ એમ્બ્યુલન્સની ફાળવણી
  • ટૂંક સમયમાં લમ્પીગ્રસ્ત પશુ માટે આઇસોલેશન વ્યવસ્થા થશે

રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે શનિવારે લમ્પી રોગચાળાના રસીકરણ અને સારવાર અંગે જામનગર મહાનગર પાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મંત્રીએ ગૌશાળાઓમાં ગૌપશુધનનું તાત્કાલિક વેકસીનેશન કરવું, પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવું, રખડતાં ઢોરને પકડીને અલગ જગ્યાએ રાખવા, નિયમિત દવાઓનો છંટકાવ કરવો તેમજ પશુઓને ખોરાકની વ્યવસ્થા મળી રહે તે માટે સૂચનો કર્યા હતાં.

મનપા દ્વારા ટૂંક સમયમાં શહેરના વોર્ડ નં-6 માં અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે આઇસોલેશન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એનિમલ હેલ્પલાઈન ઉપરાંત પશુઓની સારવાર માટે 24 કલાક જરૂરી સ્ટાફ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પશુપાલકો, જાહેર જનતા લમ્પી સ્કીન ડીસીઝ વાઇરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે હેલ્પલાઈન નં.90991 12101ની મદદ લઈ શકશે. શહેરમાં 2 પશુ એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ છે. 5 એમ્બ્યુલન્સ સાથે વેટરનરી ડૉક્ટર-કોવિલિફાઇડ સ્ટાફની ફાળવણી કરાઇ છે.

લમ્પીગ્રસ્ત પશુઓને અલગ રાખવા, દવાના છંટકાવ અને સફાઇ રાખવા સૂચના
દરેડનીમાં ગૌદર્શન અને વિભાપરની વચ્છરાજ ગૌશાળાની મુલાકાત દરમ્યાન કૃષિમંત્રીએ ગૌશાળાના માલિકોને તેમજ પશુપાલન વિભાગને ગૌધનના રહેઠાણની યોગ્ય રીતે સાફ સફાઇ, દવાઓનો છંટકાવ કરવા, લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓને અલગ રાખવા સૂચનો કર્યા હતા. જિલ્લાના ગૌધનમાં વેકસીનેશન અંગેની કામગીરી, પશુ એમ્બ્યુલન્સ મારફતે પૂરી પાડવામાં આવતી સુવિધાઓ, પશુઓને આપવામાં આવતા ખોરાક,ગૌશાળાઓમાં સ્વચ્છતા, દવાઓના છંટકાવ વગરેનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રી સામે વિરોધ કરનારની અટકાયત
જામનગર મહાનગરપાલિકામાં શનિવારે રાજય સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લમ્પી રોગચાળાને અનુલક્ષીને મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મીટીંગ કરવામાં આવી હતી. આ દરમ્યાન મીટીંગના સ્થળની બહાર કૈલાષ ગોહિલ દ્વારા મંત્રી સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પોલીસે તેની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...