તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રખડતા ઢોર મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું, રસ્તા પર ઘાસચારાનું વેચાણ કરનાર સામે ફરિયાદ કરવામાં આવી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાસચારો વેચનારા પાસેથી 68 હજાર રૂપિયાનો દંડ વસૂલવામા આવ્યો
  • શહેરમાંથી 146 રખડતા ઢોર પકડવામા આવ્યા

જામનગર શહેરના જાહેર રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે ઘાસચારો વેચાણ કરતા આસામીઓ વિરુદ્ધ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાસચારો જપ્તીકરણ તથા દડંનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને છેલ્લા અઠવાડિયામાં કુલ 169 જેટલા આસામી ઓનું ઘાસચારો જપ્ત કરી રૂપિયા 68,000 વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે. તેમ જ ચાલુ માસ દરમિયાન જાહેર માર્ગોઉપર રખડતા ભટકતા કુલ 146 જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે. તે ઉપરાંત લાલપુર રોડ પર જાહેર માં ઘાસચારો વેચાણ કરતા આસામીઓ લાલજીભાઈ રામજીભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

તેમજ આગામી સમયમાં પણ શહેરમાં ઘાસચારો જપ્તીકરણ કામગીરી તેમજ ઢોર પકડવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કડક રીતે કરવામાં આવશે જેથી ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે અને જાહેર રોડ રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડવાના કિસ્સામાં આ ઢોરોને છોડવામાં નહીં આવે તેમજ ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

તેવું જામનગર મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ શાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેની દરેક ઢોર માલિકોએ તથા ઘાસચારો વેચાણકર્તા આ સમયે નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...