પાણી માટે નહીં મારવા પડે વલખા:જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમોમા ચોમાસા સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેમની કલેકટર ડો સૌરભ પારઘી અને મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ રણજીતસાગર ડેમની મુલાકાત લીધી
  • શહેરમાં નિયમિત પાણી વિતરણ કરી શકાય તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો

જામનગર શહેરની પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમની કલેકટર ડો સૌરભ પારઘી અને મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ મુલાકાત લીધી હતી. રણજીતસાગર ડેમમાં હાલ 19.4 ફૂટ પાણી ઉપલબ્ધ છે. આગામી ચોમાસું સુધી શહેરને નિયમિત પાણી વિતરણ કરી શકાશે. વોટર વર્કસ શાખાના એન્જિનિયરને જરૂરી સલાહ સુચન પણ આપવામાં આવ્યું હતું.

જામનગરમાં ઉનાળા પૂરો થવા આવી રહ્યો છે અને આગામી થોડા સમયમાં ચોમાસું બેસવાની તૈયારી છે ત્યારે જામનગરમાં પીવાના પાણી બાબતે કોઈપણ પ્રકારની અગવડતા ના સર્જાય તે માટે જામનગરના જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી અને મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા રણજીતસાગર ડેમની મુલાકાત લેવામાં આવી હતી. આગામી ચોમાસા સુધી શહેરને નિયમિત પાણી વિતરણ કરી શકાય તેટલો પાણીનો જથ્થો પુરતો છે.

આ તકે કલેક્ટર અને કમીશ્નરે શહેરને નિયમિત પાણી વિતરણ કરી શકાય તે માટે જરૂરી સલાહ સુચના આપવામાં આવી હતી. જામનગર શહેરને પાણી પૂરું પાડતા ડેમોમાં પાણીના જથ્થાની વિગતો મેળવી હતી સાથે જામનગર મહાનગરપાલિકાના કાર્યપાલ એન્જિનિયર બુખારીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સંપૂર્ણપણે પાણી વિતરણ નિયમિત રીતે થઈ શકે તે માટે સૂચનાઓ આપી હતી. ત્યારે જામનગરને પાણી પૂરું પાડવા માટે ઉપરોક્ત જથ્થાને ધ્યાને લેતા 31 જુલાઈ સુધી શહેરને નિયમિત પાણી આપી શકાય તે માટે મહાનગરપાલિકા પાસે પૂરતો પાણીનો જથ્થો છે તેવું મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું કે, જામનગર શહેરમાં પાણીની સમસ્યા નહીં રહે કારણ કે, 31 જુલાઈ સુધીનો પાણીનો પૂરતો જથ્થો આપણી પાસે છે. જે રણજીતસાગર ડેમમાં ઉપલબ્ધ છે. પાણીની વધુ જરૂરીયાત પડશે ત્યારે આપણા ડેમો બધા સૌની યોજનામાં છે જેથી નર્મદાનું પાણી આપણે ડેમોમાં પણ લઈ શકીશું તેમજ ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ પાસે નર્મદાની પાઈપલાઈન પણ આપણી પાસે ઉપલબ્ધ છે જેથી ત્યાંથી પણ પાણી આપણે મેળવી શકીએ છીએ.

જામનગર શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં નીચે મુજબ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

રણજીતસાગર ડેમ - 489 MCFTસસોઈ ડેમ - 315 MCFTઉંડ-1 ડેમ - 304 MCFTઆજી -3 ડેમ -681 MCFT

અન્ય સમાચારો પણ છે...