તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ઘિ:ગુજકેટની પરીક્ષામાં જામનગરના વિદ્યાર્થીએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 120માંથી 120 ગુણ મેળવનાર વીનીતને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે

એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે મહત્વની ગુજકેટની પરીક્ષામાં જામનગરના વિધાર્થીએ રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. 120 માંથી 120 ગુણ મેળવનાર વીનીતે સફળતા પાછળ દરરોજ 10 થી 12 કલાક ધ્યાનપૂર્વક વાંચન કારણભૂત હોવાનું જણાવી કોમ્પ્યુટર એન્જીનીયર બનવાની મહેચ્છા વ્યકત કરી હતી.તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જામનગરના વિધાર્થી વિનિત ભાવીનભાઇ મહેતાએ 120 માંથી 120 ગુણ મેળવી સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 99.91 પીઆર મેળવનાર વીનીતે ગુજકેટની પરીક્ષામાં સફળતા મેળવવા એમસીઆરટી અને ટેકસબુક પર ભાર મૂકતા અને દરરોજ 10 થી 12 કલાક વાંચનના કારણે સફળતા મળી હોવાનું જણાવ્યું હતું. અભ્યાસની સાથે રમતગમતનો શોખ ધરાવતા અને કરાટેમાં બ્લેક-1 બેલ્ટ ધરાવતા વીનીતે કોમ્યુટર એન્જીનીયરીં બનવાની મહેચ્છા વ્યકત કરી વિધાર્થીઓને ધ્યાનપૂર્વક વાંચન કરી તૈયારી કરવાનો સંદેશ આપ્યો છે. ગુજકેટની પરીક્ષામાં સિદ્ધિ મેળવનાર વિનીતના પિતા પણ એન્જીનિયર છે અને માતા ગૃહણી છે.

અન્ય સમાચારો પણ છે...