રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ તા. 17 થી 20 ફેબ્રુઆરી જામનગર જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તા. 17ના બપોરે 2 થી સાંજે 6 કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાશે. તા. 18ના સવારે 9 કલાકે ધ્રોલઅને જામનગર ખાતે બપોરે 12 થી સાંજે 4.15 કલાકે લોકસંપર્ક યોજશે.
ત્યારબાદ જિલ્લાના લુંબીનગર ખાતે અનુ.જાતિ મોરચાના આગેવાનો સાથે બેઠક કરી મંત્રી સાંજે 5.30 કલાકથી લાવડીયા, નાઘુના, નારણપર વિસ્તારોની મુલાકાત લેશે. તા.19ના સવારે 8 થી 10 કલાક સુધી ધ્રોલ ખાતે લોકસંપર્ક, ત્યારબાદ જામજોધપુર તાલુકાના મોટીભરડ ખાતેથી શેઠવડાળા થી બુટાવદર વાયા મોટીબરડ રોડનું ખાતમુહૂર્ત કરશે.તા.20 ના મતવા, હડમતીયા, વાગડીયા, વાણીયા, મોટી ભલસાણ, સુમરી, હર્ષદપુર, નવા મોખાણા અને જૂના મોખાણા ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે સંવાદ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.