ચોરી:સતીયા ગામમાં કારીયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલાવડ તાલુકાના સતીયા ગામે આવેલ અનાજ કરીયાણાની દુકાનમાં પ્રવેશી કોઈ તસ્કરો તેલ, ચા-ખાંડ અને મસાલા અને ગુટખાના પેકેટ, રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કાલાવડના સતીયા ગામે મેઇન રોડ પર આવેલ પૂજા પાન એન્ડ કોલ્ડીંક્સ તથા કરીયાણા ભંડાર નામની દુકાનને ગત તા.12મીના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. સતીયા ગામે જ રહેતા પાલાભાઇ વજુભાઇ તેજાભાઇ સબાડની દુકાનની ઉપરનુ સીમેંન્ટનુ પતરુ તોડી અંદર પ્રવેશ કરી તસ્કરોએ દુકાનમા રહેલ રૂપિયા બે હજારની કીમતના ચાની ભુકિના પેકિંગ નંગ 10 તથા રૂપિયા 800ની કિંમતની આશરે 20 કિલો ખાંડ તથા પર્સલ ફાકિ (માવા) નંગ 300 કિ.રૂ. 4500 તથા બાગબાન તમાકુની પડીકી નંગ-700 કિ.રૂ.3500, તેલના પાંચ લીટરીયા કેન નંગ-04 કિ,રૂ,2400 તથા તેલના એક લીટરીયા શીસા નંગ-06 કિ.રૂ.780 તથા વીમલ પાન મસાલાના પેકેટ નંગ-09 કિ.રૂ 1350 અને બાકસનો બાંધો નંગ 01 કિ.રૂ. 200/- તથા દુકાનના થડામા અલગ અલગ ખાનામા રાખેલ હીસાબના રુપીયા તથા માતાજીના ફાળાના રૂપીયા મળી રોકડા રૂા. 11,000 સહિતની મતા હાથ વગી કરી નાશી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...