ક્રાઇમ:જામનગરમાં તસ્કરો બાઇક હંકારી ગયા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં કાલાવડ નાકા બહાર વિસ્તારમાંથી તસ્કરો બાઇક હકારી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. શહેરમાં કાલાવડ નાકા બહાર સતવાર વાડ ચોલા શેરીમાં રહેતા સબીર ઓસમાણભાઇ ફુલવારાએ પોતાનું બાઇક નં. જીજે10એઇ 6191 ગત તા.14 ઓગસ્ટન પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું. આ બાઇક તસ્કરો હકારી ગયા હતાં. આથી સબીરભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં વાહનચોરીનો સિલસિલો યથાવત રહેતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. શનિવારે ચાર વાહન ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...