ધરપકડ:દરેડના કારખાનામાંથી 2.96 લાખ ચોરનાર તસ્કર ઝડપાયો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતિય આરોપીને પોલીસે ઝડપી લીધો

જામનગર નજીક દરેડ ખાતે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં બની હતી. આરોપીઓએ એક કારખાનાને નિશાન બનાવી હાથ ફેરો કર્યો હતો. જેમાં મજૂરોના પગાર કરવા માટે કબાટમાં રૂપિયા રાખવામા આવ્યા હતા. જે પૈકી 2,96,370ની તસ્કરો કબાટનો લોક તોડી નાખી ચોરી કરી લઈ ગયા હતા.

જે મામલે કારખાનાના મેનેજર ભાવેશભાઈ રામજીભાઈ વાઢીયાએ પંચકોસી બી. ડિવિઝન મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પંચકોશી બી. ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં કારખાનામાં જ કામ કરતા મહેંદીહશનની સંડોવણી ખુલતા પોલીસે તેને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...