તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જામનગરમાં સોનાની ચોરાઉ વીંટી સાથે તસ્કર ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચોરાઉ વીંટી વેંચે તે પૂર્વે જ પોલીસે દબોચ્યો

જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં એલસીબી ટીમે ચોરાઉ સોનાની વિંટી વહેંચવા માટે આવેલો એક શખ્સને દબોચી લીઘો હતો.આ વિંટી લગભગ એકાદ સપ્તાહ પુર્વે રહેણાંક મકાનમાંથી ચોરી કર્યાનુ પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરના બ્રધર્ન ચોક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી સોનાની વિંટી વગેરે મતાની ચોરી થયાની ફરીયાદ સીટી એ પોલીસ મથકમાં નોંધાઇ હતી.જેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી.

જે દરમિયાન એલસીબીના ફિરોજભાઇ દલ, વનરાજભાઇ મકવાણા સહિતની ટુકડીને પેટ્રોલીંગ વેળાએ ચાંદી બજાર વિસ્તારમાં એક જવેલર્સની દુકાન પાસે એક શખ્સ ચોરાઉ સોનાની વિંટીને વેંચવાની ફિરાકમાં હોવાની બાતમી મળી હતી.આથી પોલીસે તુરંત ધસી જઇ શંકાસ્પદ હાલતમાં મળી આવેલા આબીદ યુસુફભાઇ મતવા(રે.ખોજાનાકે, લાલ ખાણ)ને દબોચી લીઘો હતો જેની તલાશી લેતા તેના કબજામાંથી સોનાની ચોરાઉ વીંટી મળી આવી હતી.પોલીસ પુછપરછ દરમિયાન તેણે રહેણાંક મકાનમાં ચોરીની કબુલાત આપી હતી. આથી સીટી એ પોલીસે તેનો કબજો સુપરત કરાતા પકડાયેલા શખસની વધુ પુછપરછ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો