જમીન માર્ગે જોડાણ:સિગ્નેચર બ્રિજને હજુ દોઢ વર્ષ લાગશે

જામનગર, સુરજકરાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2024 ના મધ્યમાં કાર્યરત થ વાની આશા , સાડા પાંચ વર્ષથી કામગીરી ચાલી રહી છે
  • હોટલ , રીસોર્ટ , બીચ કેમ્પીંગ અને વાણિજય સંકુલોના નિર્માણનો આશાવાદ , વિકાસના નવા દ્વાર ખોલશે

યાત્રાધામ બેટ - દ્રારકાની વિવિધ ખુબીઓ , ખાસિયતો ઉપરાંત ભવિષ્યનાં સવૉંગી વિકાસની સંભાવનાઓને ધ્યાને લઇ વડાપ્રધાન મોદીએ વિશ્વ કક્ષાનાં સિગ્નેચર બ્રીજ બનાવવાનું સ્વપ્ન સેવ્યું અને સાકાર પણ કર્યુ છે . લગભગ એક હજાર કરોડના ખર્ચે સંભવત 2024ના મધ્ય માં આ સિગ્નેચર બ્રીજ તૈયાર થઈ જશે એવો અંદાજ દર્શાવાય રહયો છે . બેટ દ્વારકા માટે સિગ્નેચર બ્રીજનું નિર્માણ સોનેરી સ્વપ્નો લઇને આવ્યું છે .

જે ટુંક સમયમાં વાસ્તવિકતામાં પરિણમશે . જે બાદ હોટેલ , મોટેલ , રિસોટૅ , બીચ કેમ્પીંગ , મ્યુઝીયમ , હાઈફાઈ રેસ્ટોરન્ટ ઉપરાંત અનેક વાણિજય સંકુલોનાં નિમૉણ થવાની આશા પણ સેવાઈ રહી છે . ગૌચર , રેવન્યુ , સરકારી ખરાબો , જંગલખાતાની ખુબ મોટી જમીનો આવેલી છે . આવી જમીનો ઉપર ભૂમાફીયાઓનો ય કાયમી ડોળો રહ્યો છે અમુક સરકારી જમીનો પર કોઈપણ પ્રકારે દબાણ થયા હતા . તાજેતરમાં તેનું સરકારે ડીમોલીશન કરી 962 કરોડનાં ખચૅનાં અંદાજથી 2017 નાં સપ્ટે. માસમાં આ બ્રીજનું શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કયુઁ હતુ . કન્સ્ટ્રકશન કંપની દ્વારા આ બ્રીજનું નિમૉણ કાયૅ નિષ્ણાંત ઈજનેરોની દેખરેખમાં સમુદ્રની જોખમ ભરેલી સ્થિતિઓમાં બદલતા ૠતુચક્રનાં બદલતા મોસમનાં મિજાજ સામે સતત ચાલુ છે .

કેવો હશે બ્રિજ ? રસપ્રદ માહિતી અહીં જાણો
2017 માં આ સિગ્નેચર બ્રીજનું શિલાન્યાસ કરાયું હતુ . ઓખા અને બેટ વચ્ચે નિમૉણાધીન સિગ્નેચર બ્રીજ એ કેબલ સ્ટેઈડ સી બ્રીજ છે . 2320 મીટર લંબાઈ અને 27 મીટર પહોળાઈ વાળા આ બ્રીજની અનેક ખાસિયતો છે . બ્રીજની બન્ને બાજુ 2.5 મીટર પહોળી ફુટપાથ (walking track ) બનાવવાની પણ વાત છે .

અન્ય સમાચારો પણ છે...