તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની તપાસ:શાપરમાં 7 માસના ભ્રૃણને મૃત હાલતમાં ત્યજી દીધુ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણી સ્ત્રી સામે ગુનો

જામનગર તાલુકાના શાપર ગામે નિષ્ઠુર જનતાએ પોતાનું પાપ છૂપાવવા 7 મહિનાના બાળકતે મૃત હાલતમાં બાવળની કાંટાળી વાડમાં ત્યજી દેતાં ભારે ચકચાર જાગી છે. બનાવ અંગે પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગર નજીક આવેલા શાપર ગામે પટેલ સમાજની વાડી સામે આવેલી અશ્વીનભાઇ પટેલની વાડીની સામે આવેલી બાવળની કાંટાળી વાડમાંથી ગુરૂવારે સવારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવની જાણ જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં કોઇ અજાણી સ્ત્રીએ બાળકને જન્મ આપી પોતાનું પાપ છૂપાવવા 6 થી 7 મહિનાના બાળકને મૃત હાલતમાં બાવળની કાંટાળી વાડમાં ત્યજી દીધું હતું. બનાવ અંગે પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાના એવા શાપર ગામે અજાણી સ્ત્રીએ સાતેક મહિનાના બાળકને મૃત હાલતમાં તરછોડી દેતાં ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો