જામનગરમાં પોલીસ લાઈન નજીક એક પશુ માલિકની બેદરકારીના કારણે રાહદારી મહિલાને ગળે ટૂંપો આવી ગયો હતો. પશુ માલિકે ગાયને પકડવા માટે રસીનો ગાળિયો ફેંકતા આ ગાળિયો ગાયની સાથે સાથે મહિલાના ગળામાં પણ ફસાયો હતો. જેથી ગાયે દોટ મુકતા મહિલા 50 ફૂટ સુધી ઢસડાઈ હતી. જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સદનસિબે મહિલાનો જીવ બચી ગયો હતો. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. આ બનાવની વિગત જોઈએ તો જામનગરમાં પોલીસ લાઈન નજીક વિસ્તારમાં ગઇકાલે રાત્રીના એક મહિલા પગપાળા ચાલીને જતી હતી. આ દરમિયાન એક પશુ માલિક કે જેણે માર્ગ પર આંટા મારી રહેલી ગાયને પકડવા માટે રસીનો ગાળિયો ફેંક્યો હતો. જે મહિલાના ડોકમાં ભરાયો હતો, તેમજ સાથે સાથે આ દોરડાનો બાકીનો હિસ્સો ગાય સાથે પણ વીંટળાઈ ગયો હતો. જેથી ગાયે દોટ મૂકી હતી. જેની સાથે મહિલા પણ 50 ફૂટ દૂર સુધી ઢસડાઈ હતી. જેના કારણે મહિલાના ગરદનના ભાગે કાપા પડી ગયા હતા. જોકે, સદનસીબે મહિલાનો જીવ બચી ગયો છે. હાલ મહિલાને તાત્કાલીક અસરથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર આપી દેવામાં આવી હોવાથી પરિવારજનો એ હાશકારો અનુભવ્યો છે.
ગાયને પકડવા માટે પશુ માલિકની બેદરકારીના કારણે મહિલાને ભોગવવાનો વારો આવ્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી રહી છે અને બેદરકારી દાખવનારા પશુ માલિકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. જામનગરમાં વધુ એક ગંભીર ઘટના બની છે. પશુઓના કારણે વધુ એક જિંદગીનો ભોગ લેવાતા માંડ માંડ બચ્યો છે. જામનગરમાં રખડતાં પશુઓના ત્રાસે માઝા મૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.