શું છે 'ઝીરો શેડો' ?:જામનગરમાં બપોરે 12.39 વાગ્યે થયો 'ઝીરો શેડો', 40 સેકન્ડ માટે પડછાયાએ પણ સાથ છોડ્યો

જામનગરએક વર્ષ પહેલા
  • ખગોળપ્રેમીઓ દ્વારા 'ઝીરો શેડો'નું નિદર્શન કરવામા આવ્યું

વ્યકિત હોય કે વસ્તુ હોય પડછાયો હંમેશા તેની સાથે જ હોય છે. પરંતુ, વર્ષમાં બે દિવસ એવા પણ આવે છે કે જ્યારે પડછાયો પણ સાથ છોડી દે છે. અલૌકિક ખગોળીય ઘટનાને ખગોળપ્રેમીઓ 'ઝીરો શેડો ડે' તરીકે ઉજવણી કરે છે. જામનગરના ખગોળ મંગળના સભ્યો દ્વારા આજે 'ઝીરો શેડો ડે'ની ઉજવણી કરવામા આવી હતી.

શું છે 'ઝીરો શેડો' ?
કર્કવૃતથી મકરવૃતની વચ્ચે દરેક જગ્યા પર અક્ષાંક્ષ પ્રમાણે સૂર્ય વર્ષમાં બે વાર 90 ડિગ્રી પસાર થાય છે. જ્યારે આ ઘટના બને છે ત્યારે થોડી ક્ષણ માટે વ્યકિત હોય કે વસ્તુ હોય પડછાયો તેનો સાથ છોડી દે છે. એટલે કે, જે વ્યકિત હોય છે તેનો પડછાયો પૂર્વ કે પશ્ચિમમાં દેખાવાના બદલે બરોબર તેની નીચે જ જોવા મળે છે. આ ઘટનાને 'ઝીરો શેડો' કહેવામા આવે છે.

વર્ષમાં બે વાર 'ઝીરો શેડો' ક્ષણનો અનુભવ થાય છે
'ઝીરો શેડો'નો વર્ષમાં બે વાર અનુભવ થાય છે. જામનગર શહેરમાં આજે 4 જૂને બપોરે 12 અને 39 મિનિટે ઝીરો શેડો જોવા મળ્યો હતો. હવે આ ઘટના જામનગર શહેરમાં 8 જુલાઈએ બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન નિહાળી શકાશે.

જામનગર શહેરની ખગોળ મંડલ સંસ્થા દ્વારા આજે મનપા સંકુલમાં ઝીરો શેડોનું નિર્દર્શન યોજવામા આવ્યું હતું. આ સમયે જામનગર મનપાના અધિકારી અને પદાધિકારીઓ પણ આ ખગોળીય ઘટનાના સાક્ષી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...