તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક અનેરી ખગોળીય ઘટના:ધ્રોલમાં આજે બપોરે થોડીવાર માટે પડછાયો ગાયબ થશે, ઝીરો શેડો ડેનો સમય 12.47 વાગ્યાનો રહેશે

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા તેને ઘેર બેઠા જોવાની અને અનુભૂતિ કરવાની વ્યવસ્થા ઝુમ એપ અને યુટયુબના માધ્યમથી તા. 5ના બપોરે 12 થી 1 સુધી કર્યુ છે. વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદ્રશ્ય થઈ જાય છે. જેને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ 23.5 ડિગ્રીએ નમીને પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય તેની વાર્ષિક ગતિ દરમિયાન ઉત્તરાયણની દીશામાં અને દક્ષિણાયનની દીશા ચોક્કસ અંતરે +23.5 કકઁવૃત અને -23.5 મકરવૃત વચ્ચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેકન્ડ માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે. જુદા જુદા સ્થાન માટે આ તારીખો અલગ અલગ હોય છે.

ધ્રોલ શહેરમાં તા. 5ના રોજ પડછાયો અદ્શ્ય થતો દેખાશે. સૂર્યનું ડેકલીનેશન અને સ્થળના અક્ષાંસ સરખા હોય અને સૂર્ય લોકલ મેરીડીયનને ક્રોસ કરે ત્યારે કિરણ બરાબર લંબ રૂપે પડે છે. ધ્રોલના અક્ષાંસ 22.562 N અને રેખાંશ 70.422 E છે. એટલે ધ્રોલમાં ઝીરો શેડો ડેનો સમય 12.47 વાગ્યે તા. 5ના થશે. ઝુમ એપમાં સામેલ થવા Meeting ID : 5588233072, Password : 12345 તેમજ યુટ્યુબ ચેનલ : https://www.youtube.com/c/DrSanjayPandya1100 (Dr.Sanjay Pandya CSC Dhrol) પર રહેશે.

જે લોકો સ્થળ પર આ પ્રવૃત્તિ અમારી સાથે કરવા ઉત્સુક હોય તેઓએ આ સમયે પ્લાસ્ટિકનો ગ્લાસ, પીવીસી પાઇપનો ટુકડો, પ્લાસ્ટિક બોટલ સાથે રાખવી તેમ સંસ્થાના ચેરમેન હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે ડૉ. સંજય પંડ્યાનો 9979241100 સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...