તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:જામનગરમાં સર્વર ધીમું, સ્લોટ ફુલ બતાવે છે અને OTP આવતા નથી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના પ્રતિરોધક રસીકરણ માટે રજીસ્ટ્રેશનમાં પણ સમસ્યાની હારમાળા
  • 45 વર્ષથી વધુ વયનાએ કહ્યું, બીજા ડોઝ માટે સ્લોટ બુક કરાવી કેન્દ્ર પર પહોંચ્યા પણ રસી ન હોવાથી ધક્કો થયો

જામગનરમાં કોરોનાના બેકાબૂ સંક્રમણના કારણે ભયના ઓથાર હેઠળ રહેલા શહેરીજનોમાં કોરોના વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ આવી છે. જેના કારણે 45 વર્ષથી ઉપર અને સિનિયર સિટિઝનો બાદ 18 વર્ષથી વધુ વયના લોકોમાં પણ રસી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ 18 વર્ષથી વધુ વયના લોકોને રસી લેવી હોય તો www.cowin.gov.in સાઇટ પર રજીસ્ટ્રેશન ફરજીયાત છે.

પરંતુ રસીકરણ માટે રજીસ્ટ્રેનમાં પારાવાર સમસ્યા પડી રહી હોવાનું રસી લેવા માટે નોંધણી કરાવનાર 18 વર્ષથી વધુ વયના શહેરીજનોએ જણાવ્યું હતું. જેમાં તેઓએ રસી કરણ માટે રજીસ્ટ્રેશન કરાવવા જેવી સાઇટ ખોલીએ છીએ પરંતુ સર્વર ધીમું હોવાથી સાઇટ ખુલતી નથી. જો સાઇટ ખુલે તો અને રીફ્રેશ કરાવીએ તો રસીકરણનો સ્લોટ ફુલ બતાવે છે.

આટલું જ નહીં બે-ત્રણ દિવસ ભારે મગજમારી બાદ રજીસ્ટ્રેશન થાય તો ઓટીપી આવતા ન હોવાની સમસ્યા મુખ્ય હોવાનું કહ્યું હતું. બીજી બાજુ બીજા ડોઝ માટે નિયત દિવસો પૂર્ણ થતા 45 થી વધુ વયના અને સિનિયર સીટીઝનોએ સ્લોટ બુક કરાવ્યા બાદ કેન્દ્ર પર પહોંચ્યા બાદ રસી ન હોવાથી ધરમના ધકકા થયા હોવાનું જણાવ્યું હતું.

સ્લોટ બુક કરાવ્યો છતાં રસી ન મળી
મે થોડા દિવસો પહેલાં નિયમ મુજબ સમયસર સ્લોટ બુક કરાવી ગુરૂવારે હું સજુબા ગર્લ્સ રસીનો બીજો ડોઝ લેવા ગયો હતો. નિયત સમય પર હું રસી લેવા પહોંચ્યો ત્યારે કહેવામાં આવ્યું કે રસીનો સ્ટોક ખતમ થઇ ગયો છે કાલે આવજો. આથી સ્લોટ બુક કરાવ્યો છતાં રસી ન મળી. મારી સાથે અન્ય 4 થી 5 લોકોને આ કારણોસર રસી મળી ન હતી. > ભરત જોષી, એડવોકેટ

સાઇટ ખુલતી નથી, ઓટીપી આવતો નથી
છેલ્લા પાંચ દિવસમાં રસીકરણ માટે બે વખત રજિસ્ટ્રેશન કરવાનો પ્રયત્ન કરી રહી છું. પરંતુ દર વખતે અલગ અલગ સમસ્યા પડી રહી છે. પ્રથમ વખત અનેક પ્રયત્નો કરવા છતાં સાઈટ ખુલી નહીં. બીજી વખત ભારે મથામણ બાદ સાઈટ ખુલી પણ ઓટીપી ન આવ્યો. છેલ્લે પ્રયત્ન કર્યો ત્યારે તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ પરંતુ છેલ્લી ઘડીએ રિફ્રેશ કરતા સ્લોટ ફુલ બતાવતા નોંધણી થઇ નહીં. > શિલ્પા સોની, જામનગર.

રજિસ્ટ્રેશન થયું, ઓટીપી આવતો જ નથી
છેલ્લા ત્રણથી દિવસથી રોજ ત્રણથી ચાર વખત રજિસ્ટ્રેશન કરાવવા પ્રયત્ન કરી રહ્યો છું. સતત 2-3 પ્રયાસો કર્યા હતા. ક્યારેક સર્વર ડાઉન હતું. આ કારણોસર અનેક વખત પ્રયત્નો બાદ રજિસ્ટ્રેશનમાં સફળતા મળી હતી, પરંતુ દર વખતે ઓટીપી ન આવતા પાણીઢોળ થયું હતું. આ સમસ્યા ફક્ત મને નહીં પણ મારા મોટા ભાગના મિત્રોને પણ નડતા નોંધણી થઈ શકતી નથી. > હર્ષલ પંડ્યા, જામનગર.

સાઈટ ખુલે અને ક્લિક કરીએ તે પહેલાં તો સ્લોટ ફુલ થઈ જાય
4 દિવસથી વેકસીનેશન લેવા માટે રજીસ્ટ્રેશન માટે પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ સાઇટ ખુલે તો સ્લોટ તુરંત જ ફુલ થઈ જાય છે. સાંજે 5 કલાકની આસપાસ વેબસાઇટ પર એક પછી એક સેન્ટર નો સ્લોટ ખૂલે છે તે સમયે સિલેક્ટ કરી તે પહેલા આખો સ્લોટ ફુલ બતાવે છે.> ભાવેશ વિઝૂંડા, જામનગર.

માંડ-માંડ લોગ-ઈન થયું પણ OTP ન આવતા નોંધણી ફેઈલ
3-4 દિવસથી રજીસ્ટ્રેશન કરવા માટે પ્રયત્નો કરી રહ્યો છું. પરંતુ સાઈટ ઉપર લોગ ઇન કરવા દરમ્યાન સર્વર ધીમું હોય છે અને જ્યારે લોગ ઈન થયું અને પ્રક્રિયા પૂર્ણ કરી તો ઓટીપી આવતો નથી. રસી માટેના રજિસ્ટ્રેશનમાં ખૂબજ અગવડતા પડતા નોંધણી થઈ શકતી નથી. > રવિરાજ રાવલ, જામનગર.

ફકત 30 થી 40 સેકન્ડમાં સ્લોટ ફુલ થતાં નોંધણી થતી નથી
ત્રણ દિવસથી વેક્સિન માટે રજીસ્ટ્રેનનો પ્રયત્ન કરી રહ્યો છું. પરંતુ જ્યારે પણ હું લોગીન થાવ અને નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું ત્યારે સ્લોટ ખાલી બતાવે છે અને જ્યારે સિલેક્ટ કરીએ 30 થી 40 સેકન્ડમાં જ સ્લોટ બુક બતાવે છે. તેથી હજુ સુધી રજીસ્ટ્રેશન થયું નથી. > આનંદ આડેસરા.

સાત-સાત દિવસથી રજિસ્ટ્રેશન માટે મથી રહ્યો છું, પણ...
છેલ્લા સાત દિવસથી રજીસ્ટ્રેશન કરાવવા માટે મથામણ કરી રહ્યો છું . પહેલા તો સર્વર ખૂબ જ ધીમું ચાલે છે. પરંતુ ભારે મગજમારી બાદ સેન્ટર પસંદ થાય તો સેન્ટર સિલેક્ટ કરવાનું આવે ત્યારે સિલેક્ટ કર્યા પહેલા સ્લોટ ફુલ બતાવે છે. આથી રજીસ્ટ્રેશન થઇ શકતું નથી. > મિહિર જોષી

અન્ય સમાચારો પણ છે...