વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ:જામનગરની બે બેઠક માટે ભાજપ તરફથી ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા આવતીકાલે હાથ ધરાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા કેટલાય ઉમેદાવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, ભાજપે હજુ ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. ત્યારે આવતીકાલે જામનગરમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો શહેરની 2 બેઠક પરના દાવેદારોને સાંભળવા માટે આવશે અને દાવેદારોના સેન્સ લેશે.

નિરીક્ષકોના નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યાં
જામનગરની વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુંક ઉમેદવારો પોતાનો દાવો રજૂ કરશે. શહેરની બે બેઠક પર તારીખ 27ના રોજ દાવોદારો ટિકિટની માગ નિરીક્ષકો સમક્ષ કરશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા નિરીક્ષકોના નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યા છે. શહેર અને જિલ્લાના પ્રમુખથી પણ નામ ખાનગી રાખવામાં આવ્યું છે. ત્યારે કાલથી જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો શહેરની 2 બેઠકો માટે દાવોદારોના સેન્સ લેવા આવશે.

ચૂંટણી લડવા ઈચ્છુંક દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા
આ વર્ષની વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં નિરીક્ષકોના નામ ગુપ્ત રાખવામાં આવ્યાં છે. શહેરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા ઈચ્છુંક દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંગઠનના અને વોર્ડના સંગઠનના કાર્યકરોને મનાવવા માટે ભોજન સમારંભ જેવા પણ આયોજન કરવામાં આવ્યા હતા. જોકે, આ ભોજન સમારંભમાં મોટાભાગના વોર્ડ પ્રમુખ અને સંગઠનના લોકો કે કાર્યકરોએ જવાનું ટાળ્યું હતું.
શહેરની આ બન્ને બેઠક હાલ ભાજપ પાસે છે
જામનગર શહેરની 2 બેઠક માટે આવતીકાલે નિરીક્ષકો જામનગર આવવાના છે. જામનગરની 78 વિધાનસભા બેઠક માટે તેમજ 79 વિધાનસભાની બેઠક માટે ચૂંટણી લડવા ઈચ્છુંક દાવેદારો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 78 વિધાનસભા બેઠકમાં હાલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. જ્યારે 79 વિધાનસભાની બેઠક પર આર.સી ફળદુ ધારાસભ્ય છે.

અન્ય સમાચારો પણ છે...