તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દરેડમાં સર્ગભા મહિલાને રહેંસી નાખનારની શોધખળ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ અને મોબાઈલની લૂંટ આચરાઈ
  • CCTV ફૂટેજની મદદથી સગડ મેળવવા કવાયત

જામનગર નજીક દરેડમાં રહેતી નેપાળી મહિલાને તિક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી રોકડ-મોબાઇલની લૂંટ આચરનારા હત્યારાને પકડી પાડવા સીસીટીવી ફુટેજની મદદ મેળવી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દરેડમાં એફસીઆઇના ગોડાઉન પાછળના વિસ્તારમાં રહેતા ઇન્દ્રબહાદુર ઉર્ફે રાજુ નર બહાદુર બદુવાલ નામના શ્રમિક યુવાનના પત્ની ભુમિશાહી ઉર્ફે અંજુ (ઉ.વ. 39) રવિવારે બપોરે ઘરે એકલા હતા ત્યારે ઘરમાં ધસી આવેલા કોઇ શખ્સે તિક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવીને રોકડ અને મોબાઇલની લુંટ આચરી નાશી છુટયાનો બનાવ બહાર આવ્યો હતો.

આ બનાવની નેપાળી શ્રમિકની ફરીયાદ પરથી પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે આજુબાજુના સીસીટીવી ફુટેજની મદદ મેળવી હત્યારાના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.ફુટેજમાં એક શકમંદ પણ નજરે પડયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.આરોપી રૂ.ત્રણ હજારની રોકડ અને મોબાઇલ ફોન સહિત રૂ. નવ હજારની માલમતાની લૂંટ ચલાવ્યાનુ બહાર આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દરેડમાં રહેતું મૂળ નેપાળી દંપતિ પૈકી શ્રમિક યુવાન મજૂરી કામે ગયા બાદ સગર્ભા મહિલા ઘરે એકલી હતી ત્યારે ત્રાટકેલા લૂંટારૂઓએ હત્યા નિપજાવ્યાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...