ફાયર શાખાની કાર્યવાહી:જામનગરની સરકારી વિભાજી હાઇસ્કૂલમાં ફાયર NOCના હોવાથી સ્કૂલને સીલ કરવામાં આવી

જામનગર6 મહિનો પહેલા
  • વિભાજી સ્કૂલના બે માળને સીલ કર્યા જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં ક્લાસ ચાલુ રાખવામાં આવ્યાં

જામનગરની સરકારી વિભાજી હાઈસ્કૂલમાં ફાયર NOCના હોવાથી મહાનગરપાલિકાની ફાયર શાખે સ્કૂલને સીલ કરી છે.

જામનગર મહાનગર પાલિકાનું તંત્રએ ફાયર NOCને લઈ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજે સરકારી વિભાજી હાઈસ્કૂલમાં ફાયર NOC ના હોવાથી કાર્યવાહી હાથ ધરી સ્કૂલના બે માળને સીલ કર્યા છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં ક્લાસ ચાલુ રાખવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાએ ફાયર NOC ના લેનારી સરકારી શાળાને સીલ કરી છે. જામનગર શહેરની મધ્યમાં આવેલી વિભાજી સરકારી શાળાએ ફાયર NOC ના લીધું હોવાથી આજે મહાનગરપાલિકાની ફાયર ટીમ સહિતની ટીમો દ્વારા આ શાળાને સીલ કરી દેવામાં આવી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર પાંડિયનના જણાવ્યાં પ્રમાણે હવે જામનગર શહેરમાં કોઈ ઈમારત ફાયર NOC વિહોણી નથી.

જામનગરમાં શાળા, હોસ્પિટલો અને હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર બ્રિગેડની સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. શહેરમાં 284 જેટલી શાળા, હોસ્પિટલ અને હાઇરાઇઝ બિલ્ડીંગો આવેલી છે તેમાથી 282 જેટલી શાળા, હોસ્પિટલ અને હાઇરાઇઝ બિલ્ડીંગોને ફાયર બ્રિગેડની શાખા દ્વારા ફાયર સિસ્ટમ કાર્યરત છે તેવી NOC આપવામાં આવી હતી.

જામનગરમાં 39 સરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે. જેમાં 38 શાળાઓએ NOC મેળવી લીધી છે અને એક સરકારી વિભાજી સ્કૂલને NOC મેળવવાનું બાકી હતું. જેથી ફાયર બ્રિગેડ દ્વારા શાળાને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, તેમછતાં ફાયર NOC ના મેળવતા સ્કૂલને સીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...