કાર્યવાહી:ખોટું સર્ટિફિકેટ આપી બારોબાર ડિઝલ વેચી નાખવાનું કૌભાંડ ઝબ્બે

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના 2 કર્મચારીઓ સહિત 5 આરોપીઓ સામે ગુનાે નોંધાયો

ખાનગી કંપનીના આરટીએફ વિભાગના બે કર્મચારીઓની મદદથી ડિઝલ ટેન્કરમાંથી લીકેજ દેખાડીને ટેન્કર ખાલી થઇ ગયું હોવાનું સર્ટીફીકેટ આપી ડિઝલ બારોબાર વેચી નાખી રોકડી કરી લેતા પાંચ શખસો સામે મેઘપર પેાલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

જામનગર મો ટી ખાવડી સ્થિત આરટીએફ વિભાગમાં નોકરી કરતા નિકુંજ મહેન્દ્રભાઇ પટેલ અને મયુર અમૃતભાઇ વાણંદ અન્ય લોકો સાથે કાવતરૂ રચી ભગીરથસિંહ ગોહિલના ટેન્કર નં. જીજે-5બીએકસ-8776 માં લીકેજ દેખાડી ચાર હજાર લી ટર ડિઝલ રૂા. 3,20,000નું બારોબાર વેચી તેમજ ટેન્કર નં. જીજે-3એએકસ-8652માં બે વખત લીકેજ બતાવી 18 હજાર લી ટર રૂા. 14,40,000 અને 22 હજાર લીટર રૂા. 17,60,000ની કિમતનું કાઢી વિશ્વાસધાત અને છેતરપીડી કરતા.

આ કૌભાંડમાં સંડોવાયેલા રાજપાલસિંહ જયેન્દ્રસિંહ ગોહીલ, ભગીરથસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ, રાહુલ પ્રતાપભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ રામસંગ ચુડાસમા, નિકુંજ મહેન્દ્રભાઇ પટેલ અને મયુર અમૃતભાઇ વાણંદ સામે પોલીસમાં વિશ્વાસઘાત-છેતરપીડી અને કાવતરાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેની તપાસ પીએસઆઇ કે.આર. સીસોદીયા ચલાવી રહયા છે. જેમાં હજુ ઘણા લોકોના નામ આવે તેવી શકયતા છે.

લાંબા સમયથી કૌભાંડ ચાલતું હતું
ટેન્કરમાંથી ડિઝલ કાઢી તેને લીકેજમાં ગણાવીને ટેન્કર ખાલી થઇ ગયાનું સર્ટીફીકેટ કંપનીના બન્ને કર્મચારીઓ દ્વારા દઇ દેવામાં આવતું, જે બાદ ડિઝલ બારોબાર વેચી નાખવામાં આવતું હતું, આ કૌભાંડ છ મહિનાથી વધુ સમયથી ચાલતું હોવાના પોલીસના ધ્યાનમાં આવ્યું છે, આ ઉપરાંત અન્ય લોકોની સંડોવણીની શકયતા પણ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...