ઓમોક્રોન વોરીઅન્ટની શંકા:જામનગરના આધેડને ઓમિક્રોનની શંકા, સેમ્પલ પુના લેબમાં મોકલાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં કોરાનાનું વધતું સંક્રમણ, વધુ એક દર્દી પોઝિટિવ
  • જી.જી.હોસ્પિટલમાં કોરોનાના કુલ 9 દર્દી સારવાર હેઠળ

કોરોનાના અતિ ચેપી ગણાતા ઓમોક્રોન વોરીઅન્ટે વિશ્વભરમાં ચિંતા વધારી છે ત્યારે ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા આધેડ જી.જી.હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરાયા છે. ઓમિક્રોનની શંકાથી આધેડના સેમ્પલ પૂના મોકલાયા છે. જામનગર શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા બેવડાઇ છે. જી.જી.હોસ્પિટલમાં કુલ 9 દર્દી સારવાર હેઠળ છે. મ્યુકર માઇકોસિસના વધુ એક દર્દીનો ઉમેરો થયો છે.

ઝિમ્બાબ્વેથી આવેલા 53 વર્ષના આધેડને જી.જી.હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરાયા છે. દક્ષિણ આફ્રીકામાંથી ઓમીક્રોન વોરીઅન્ટ ફેલાયો હોય જામનગર જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશનમાં રખાયેલા આધેડના નમૂના પૂના લેબોરેટરીમાં મોકલાયા છે.

જો કે, ગુરૂવારે જામનગર જિલ્લામાં કોઇ નવો કેસ નોંધાયો ન હતો. જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ પરિસરમાં શરૂ કરાયેલા કોરોનાના વોર્ડમાં કુલ 8 દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા, જે પૈકી વધુ એક દર્દીના ઉમેરો થયો છે અને કુલ 9 દર્દી સારવાર હેઠળ છે. જેમાં બે દર્દીને માત્ર ઓક્સિજન મારફતે સારવાર અપાઇ રહી છે. બાકીના તમામ દર્દીઓ સ્વસ્થ છે. મ્યુકર માઇકોસિસની બીમારીના વધુ એક દર્દીનો ઉમેરો થયો છે.

ઓમિક્રોનની શંકાથી આધેડના લોહીના સેમ્પલ પુના મોકલાયા છે
ઝીમ્બાબ્વેથી પૂના થઇ આવેલા 53 વર્ષના આધેડની આફ્રીકાની ટ્રાવેલ હીસ્ટ્રી હોવાથી જી.જી.હોસ્પિટલમાં બુધવારે રાત્રીના આઇશોલેશન કરાયા છે. ઓમીક્રોનની શંકાથી આધેડના લોહીના નમૂના પૂના લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલાયા છે. જો કે, આધેડને કોઇ લક્ષણો જણાયા નથી. > ડો.એસ.એસ.ચેટરજી, નોડલ ઓફીસર, જી.જી.કોવિડ હોસ્પિટલ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...