છબરડો:ગુણોત્સવમાં જેને સલામતિમાં 100 માર્કસ મળ્યા છે, એવી જ 3 શાળા ફાયર સેફટીના મામલે સીલ કરાઇ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્સ્પેક્ટરો વાસ્તવિક અને તટસ્થ મૂલ્યાંકન ન કરી વાસ્તવિકતાથી વિપરીત ઉંચા ગુણ અને ગ્રેડ આપતા હોવાનો પુરાવો
  • ફાયર એનઓસી અને સાધનો ન હોવા છતાં સલામત શાળા પરિવાર અને સલામતી સંદર્ભે શાળાની તૈયારીમાં ઉંચી ટકાવારી

જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં તાજેતરમાં ગુણોત્સવ-2 અંતર્ગત શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં જેને સલામતિમાં 100 માર્કસ મળ્યા છે એવી જ 3 સરકારી શાળા ફાયર સેફટીના મામલે સીલ કરવામાં આવતા ગુણોત્સવમાં છબરડાની સાથે ભારે ચકચાર જાગી છે. ગુણોત્સવમાં ફાયર એનઓસી અને સાધનો ન હોવા છતાં સલામત શાળા પરિવાર અને સલામતી સંદર્ભે શાળાની તૈયારીમાં ઉંચી ટકાવારી આપવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે. ગુણોત્સવમાં ઇન્સપેકટરો વાસ્તવિક અને તટસ્થ મૂલ્યાંકન ન કરી વાસ્તવિકતાથી વિપરીત ઉચા ગુણ અને ગ્રેડ આપતા હોવાનો પુરાવો હોવાની શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઇ છે.

જામનગર શહેર-જિલ્લામાં ગુણોત્સવ-2 અંતર્ગત સરકારી શાળાનું મૂલ્યાંકન સરકાર દ્વારા નિમાયેલા ઇન્સપેકટરો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળા સલામતીમાં જામનગર જિલ્લાની જામજોઘપુર તાલુકા શાળા નં.1 ને સલામત શાળા પરિસરમાં 80 ટકા, સલામતી શાળા સંદર્ભે શાળાની તૈયારીમાં 100 ટકા, જામજોઘપુર તાલુકા શાળા નં.3માં સલામત શાળા પરિસરમાં 80 ટકા અને સલામતી સંદર્ભે શાળાની તૈયારીમાં 80 ટકા, સિકકા કન્યા શાળા-1 ને શાળા પરિસરમાં 100 ટકા અને સલામતી સંદર્ભે શાળાની તૈયારીમાં 80 ટકા ગુણ ઇન્સપેકટરો દ્વારા આપવામાં આવ્યા હતાં.

આ ત્રણેય શાળામાં ફાયર એનઓસી અને સાધનો ન હોય તાજેતરમાં પાલિકા દ્વારા સીલ કરવામાં આવતા ગુણોત્સવમાં ચાલતી લોલંમલોલ બહાર આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા દિવસોમાં ફાયર NOC, સાધનો ન ધરાવનારા શાળાઓ, ખાનગી હોસ્પિટલો વગેરે સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.

ઈન્સ્પેક્ટરોને ઓનલાઈન સ્કૂલની ફાળવણી કરાય છે
આ ગુજરાત સ્કૂલ ઓફ એક્રીડેશન કાઉન્સીલ દ્વારા ગુણોત્સવમાં ઇન્સપેકટરોને કંઇ સ્કૂલમાં મૂલ્યાંકન અર્થે જવાનું છે તેની ઓનલાઇન ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્સપેકટરો મૂલ્યાંકન કરી ઓનલાઇન ગુણ ભરી જીએસટીસીને મોકલી આપે છે. આમ ગુણોત્સવની તમામ પ્રક્રિયા ઓનલાઇન થાય છે. > કે.વી. રીંડાણી, ડાયેટ પ્રિન્સીપાલ, જામનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન

અન્ય સમાચારો પણ છે...