દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાંદવડ ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધ ખેડૂત લખમણભાઇ ભીખાભાઈ ચુડાસમા ગઈકાલે સાંજે 9:45 એક વાગ્યે ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામેથી પોતાના ચાંદવડ ગામે જતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. સુતરીયા ગામની ગોલાઈ પાસે આછા અંધારામાં બે શખ્સોએ વૃદ્ધના મોટરસાયકલ આડે પોતાનું મોટરસાયકલ નાખી પાછળ બેઠેલા આરોપીએ પછાડી દીધા હતા. જેમાં તેઓને માથા તથા જમણા પગના ગોઠણમાં ઈજા પહોંચી હતી. દરમિયાન આ જ આરોપીએ વૃદ્ધના મોટરસાયકલમાં રહેલ રૂપિયા બે લાખની રોકડ ભરેલ થયેલીની લૂંટ ચલાવી બંને પરત નાસી ગયા હતા. આ બનાવ અંગે સુતરિયા ગામના લોકોને જાણ થતા તેઓએ વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ભાણવડ પોલીસે વૃદ્ધનું નિવેદન નોંધી બે અજાણ્યા શખ્સો સામે લૂંટની ફરિયાદ નોંધી હતી. આ ઘટનાના પગલે દ્વારકા એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
વૃદ્ધને આંતરી બે લાખની લૂંટ ચલાવી હતી
વૃદ્ધની પોતાની જમીનનો સોદો કેન્સલ થતાં ટોકન પેટે આવેલ બે લાખ રૂપિયા ની રોકડ રકમ તેના સાઢુભાઈ દેવશીભાઈ નંદાણીયાની વાડીએ થી લઈ પોતાના મોટરસાયકલ માં ભંડારીયા થી ચાંદવડ ગામે જતા હતા ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે આશરે 25 થી 30 વર્ષની વહી ધરાવતા બે શખ્સોએ લૂંટ ચલાવી નાસી ગયા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. વૃદ્ધની જમીનનો સોદો કેન્સલ થયો છે અને રૂપિયા બે લાખની રોકડ લઈ તેઓ પોતાના ગામ જતા હોવાની લૂટારો શખ્સોને અગાઉથી જ જાણ હોવાની પોલીસે આશંકા દર્શાવી આ જાણભેદુ લૂંટારાઓ સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ ત્રણ આરોપી ઝડપાયા
દ્વારકા એલસીબી પોલીસે ટેકનીકલ તેમને સાથે રાખીને તપાસ હાથ ધરતા ગણતરીની કલાકોમાં જ લુટનો ભેદ ઉકેલાઈ ગયો હતો, પોલીસે ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા ભીમો ઉર્ફે ભાવેશ દેવસી નંદાણીયા, કોટડીયા ગામના હમીર મેરામણ ગાગીયા અને સુતરીયા ગામના પીન્ટુ રણમલ ચુડાસમા નામના ત્રણ શખ્સોને આંતરી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.