તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Road To The Yard Became Dangerous From Noori Chokdi, Traders, Farmers, Motorists Passing Through The Potholes On The Road Every Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાહિમામ:નૂરી ચોકડીથી યાર્ડનો માર્ગ જોખમી બન્યો, માર્ગ પર ખાડાથી દરરોજ પસાર થતાં વેપારી, ખેડૂતો, વાહનચાલકો ત્રસ્ત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર મૂક પ્રેક્ષક બનતા જીવલેણ અકસ્માતનો ખતરો: વેપારીઓમાં ભારે રોષ

જામનગરમાં નૂરી ચોકડીથી હાપા માર્કેટ યાર્ડ સુધીનો માર્ગ મગરની પીઠ બનતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. માર્ગ પર મસમોટા ખાડાથી દરરોજ પસાર થતાં વેપારી, ખેડૂતો, વાહનચાલકો ત્રસ્ત બન્યા છે. છેલ્લાં ઘણાં સમયથી આ માર્ગ ગાડા મારગ બન્યો હોવા છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનતા લોકો પર જીવલેણ અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે.નવાઇની વાત તો એ છે કે, આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ આ માર્ગનું સમારકામ અથવા નવીનીકરણ કરવા મનપાના અધિકારીઓને રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઇ કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવતા ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે.

રસ્તાથી કંટાળી ફરી-ફરીને આવું છું
નૂરી ચોકડીથી હાપા યાર્ડ ડામરના બદલે ગાડા માર્ગ બનતા ભારે હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં ન આવતા ખખડધજ માર્ગથી કંટાળી ગુલાબનગર ઓવરબ્રીજ પરથી હાપા આવવા મજબૂર બન્યા છીએ.- સુભાષભાઇ પાબારી, વેપારી, જામનગર યાર્ડ

કમરનો દુ:ખાવો થઇ જાય તેવા ખાડા
નૂરી ચોકડીથી હાપા માર્કેટ યાર્ડ સુધીનો રસ્તો ગાડા મારગ બનતા ત્રાહિમામ પોકારી ગયા છીએ. તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં ન આવતા માર્ગ પર મસમોટા ખાડા થઇ ગયા છે. પરંતુ આ માર્ગ પરથી પસાર થતાં કમરનો દુ:ખાવો ન હોય તો પણ થઇ જાય તેમ છે- રાજેશભાઇ મજીઠીયા, વેપારી, જામનગર માર્કેટ યાર્ડ

આવાગમનમાં ભારે મુશ્કેલી પડે છે
રાવલ ગામથી યાર્ડમાં માલના ખરીદ-વેંચાણ માટે આવું છું. પરંતુ નૂરી ચોકડીથી હાપા યાર્ડ સુધીનો માર્ગ ખખડધજ હાલતમાં હોય આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. માર્ગમાં મસમોટા ખાડાથી વાહનોને પણ નુકશાન થઇ રહ્યું છે. - ભાવીનભાઇ દતાણી, વેપારી,રાવલ ગામ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો