મેઘતાંડવ:ભોગાત નજીક નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા આખી રાત રોડ બ્લોક રહ્યો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલ્યાણપુર અને પોરબંદર હાઈ-વે બ્લોક થઈ ગયા: બન્ને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા
  • તાજેતરમાં જ બનેલા નેશનલ હાઇવે પર ભારે વરસાદથી ડેમ જેવી સ્થિતિ જોવા મળી

દ્વારકા સોમનાથ પોરબંદર નેશનલ હાઇવેનું તાજેતરમાં જ નિર્માણકાર્ય થયું છે.દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર ભોગાત નજીક અતિ ભારે વરસાદથી નેશનલ હાઇવે પર પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.નેશનલ હાઇવે પર પાંચ કિમી જેટલા અંતરમાં પાણી પાણી જ જોવા મળતા રવિવારે આખી રાત રોડ બંધ રહ્યો હતો.રોડ પર પાણી ભરાવવાના લીધે રોડની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી.

દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર રવિવારે રાત્રિના ભોગાત નજીક પુર જેવી પરિસ્થિતિથી પાંચ કિમીનો રોડ ડેમમાં ફેરવાયો હતો.ભોગાત નજીક ભારે વરસાદ પડતા વાડી વિસ્તારના ચેકડેમ છલકાતા પાણી રોડ પર ઘસી આવ્યુ઼ હતું.પાંચ કિમીનો નેશનલ હાઇવે સંપુર્ણ ડુબી જતા વાહનોની અવરજવર પણ થંભી ગય હતી.ભોગાત નજીક હાઇવે બ્લોક થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.વરસાદ બંધ રહ્યા બાદ સોમવારે સવારે પાણી ઉતરતા નેશનલ હાઇવે પુર્વતત ચાલુ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...