તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જામનગરમાં જુના નાગનાથી નાગેશ્વર કોલોનીનો માર્ગ બે મહિના બંધ રહેશે

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વૈકલ્પિક વ્યવસ્થા તરીકે લોકોએ બે આતંરિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે

જામનગરમાં જુના નાગનાથી નાગેશ્વર કોલોની સુધીનો માર્ગ ભૂગર્ભ ગટરની પાઇપલાઇનની કામગીરીના કારણે બે મહિના બંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનચાલકોએ બે આંતરિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. શહેરમાં વ્હોરાના હજીરા વિસ્તારમાં જુના નાગના વાળી નાગેશ્વર કોલોનીના મુખ્ય રસ્તા પર ભૂગર્ભ ગટરની પાઇપલાઇનનું કામ ચાલુ થવાનું હોય તા.8 ડીસેમ્બરથી તા.7 ફ્રેબુઆરી સુધી જૂના નાગનાવાળી નાગેશ્વર કોલોની સુધીનો મુખ્ય રસ્તો બંધ રહેશે. ભૂગર્ભ ગટરના કામના કારણે આ માર્ગ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

આથી વ્હોરા હજીરાવાળા વિસ્તારમાં જૂના નાગના વાળો મુખ્ય માર્ગ થઇ નવાનાગના થઇ વિભાપર ગુલાબનગરના ઢાળિયા સુધીનો આંતરિક રસ્તો તથા જુના નાગનાનો મુખ્ય રસ્તો થઇ નવાગામ ઘેડ પમ્પીંગ સ્ટેશન થઇ કેશુભાઇની વાડી, સ્વામિનારાયણ નગર થઇ સ્મશાન સુધીનો આંતરિક રસ્તો શહેરીજનોએ આવાગમન માટે ઉપયોગમાં લેવાનો રહેશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો