તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવકાશી નજારો:નભોમંડળમાં 13 જુલાઈના મંગળ, શુક્ર ગ્રહનું મિલન નિહાળી શકાશે

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઘટનાનું ટેલિસ્કોપના માધ્યમથી નિદર્શન યોજાશે
  • આ દિવસે બંને ગ્રહો વચ્ચેનું અંતર માત્ર 0.5 અંશ જેટલું રહેશે

જામનગરના નભો મંડળમાં તા.13 જુલાઇના વધુ એક અવકાશી નજારો જોવા મળશે. ખગોળ મંડળ દ્વારા ટેલિસ્કોપના માધ્યમથી મંગળવારે યોજાનારી મંગળ તથા શુક્ર ગ્રહોના મિલનની અલૌકિક ઘટના નિહાળવા માટે નિદર્શનનું આયોજન કરાયું છે.

જામનગરના નભોમંડળમાં હાલમાં સાંજના સમયે પશ્ચિમ આકાશમાં શુક્રનો ગ્રહ ખુબ ચમકતો (-3.8 મેગ્નેટયુડ) જોવા મળે છે. શુક્ર ગ્રહ નું દરરોજ અવલોકન કરવામાં આવે તો તે દરરોજ પશ્ચિમ તરફ સરકતો જોવા મળશે. 13 જુલાઈના રોજ ઝાંખા મંગળ ગ્રહ સાથે તેનું મિલન થશે. આ સમયે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર માત્ર 0.5 અંશ જેટલુ હશે. આથી નરી આંખે અથવા સાદા દૂરબીન વડે એક જ ફીલ્ડમાં જોઇ શકાશે. સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દીશામાં 30 થી 40 મિનિટ સુધી આ નઝારો નરી આંખે જોઈ શકાશે. આ દિવસે ત્રીજના ચંદ્ર પણ આ બંને ગ્રહો ની નજીક માં જ હશે, અને તે પણ નિહાળી શકાશે.

મંગળવારના 7 કલાક 37 મિનિટે સૂર્યાસ્ત થશે
13 જુલાઇના રોજ સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 37 મિનિટે થશે. જ્યારે સંધ્યા ટાણું રાત્રીના 8 કલાક અને 2 મિનિટે થશે. શહેરની ખગોળ પ્રેમી જનતાએ મંગળવારે શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહના અલૌકિક નજારાને ટેલિસ્કોપના માધ્યમથી જોઈ શકાય તે માટે ખગોળ મંડળના કિરીટભાઈ શાહ(9426916681) તથા અમિતભાઈ વ્યાસ (9978329080)દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો અલૌકિક ઘટના નિહાળવા ખગોળ પ્રેમીઓએ સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...