હાલારમાં 247 ગ્રા.પં.ની મતગણતરી:હાલારમાં ઉત્તેજનાસભર માહોલમાં ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થતાં રહ્યા’ને ઢોલ-નગારા વાગતા રહ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ જિલ્લામાં 4 તાલુકા મથકે મત ગણતરી : કેટલાકને આસાનીથી જીત મળી તો કયાંક રસાકસી જાેવા મળી
  • જામનગરની 119, દ્વારકાની 128 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર

હાલારની 247 ગ્રામ પંચાયતની ચુંટણીના ગત રવિવારે યોજાયેલા બેલેટ પેપરથી મતદાન બાદ મંગળવારે ઉતેજનાસભર માહોલમાં તાલુકા કક્ષાએ મત ગણતરી યોજાઇ હતી. જે મોડીરાત્રી સુધી ચાલી હતી.જુદા જુદા સ્થળે વિજેતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઢોલ નગારા સાથે વિજયનો ઉમંગ વ્યકત કરાયો હતો.બીજી બાજુ અમુક સ્થળોએ કાંટે કી ટકકર પણ જોવા મળી હતી જેમાં ખંભાળિયાના ધરમપુરમાં વોર્ડ નં.7માં એક મતથી હાર જીત થતા રીકાઉન્ટીંગ સાથે ઉત્તેજના છવાઇ હતી.ખંભાળિયાના કોલવામાં પણ રી કાઉન્ટીંગ થયુ હતુ.

જામનગર ગ્રામ્યની ચુંટણીની મત ગણતરી ઓશવાળ સેન્ટર ખાતે જયારે કાલાવડમાં મ્યુનિ. હાઇ., લાલપુરમાં ઔઘોગિક તાલિમ સંસ્થા, જામજોધપુરમાં સરદાર વલ્લભભાઇ પટેલ હાઇ., ધ્રોલ ખાતે હરધ્રોલ હાઇ અને જોડીયામાં શ્રેયસ નર્સિગ ઇન્સ્ટી. ખાતે મત ગતણરી હાથ ધરાઇ હતી.જેમાં સાંજે છ વાગ્યા સુધીમાં જિલ્લાની 119 પૈકી 95 ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ જાહેર કરાયા હતા. જયારે દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકા મથક ખાતે મંગળવારે મતગણતરી શરૂ કરાઇ હતી. જેમાં ખંભાળિયા તાલુકાની ખંભાળિયા-દ્વારકા રોડ પર કુવાડિયાના પાટિયા નજીક આદર્શ સ્કૂલ ખાતે મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. જોકે, બેલેટ પેપરથી ગણતરી હોવાના કારણે મોડી રાત સુધી ગણતરી ચાલુ હતી. રાત્રે 9 વાગ્યા સુધીમાં 128 પૈકી 82 ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ-સભ્યના નામ જાહેર થયા હતાં.

ખંભાળિયા તાલુકાના 84 જેટલા ગ્રામ પંચાયતની મતગણતરી આદર્શ સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાનું વહીવટી તંત્ર તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી રાત સુધી પરિણામોની ઇંતેજારી ચાલી હતી. ભારે ઇંતેજારી વચ્ચે પરિણામો જાહેર થતા ગયા તેમાં ક્યાંક વિજેતા ઉમેદવારોમાં હર્ષની લાગણી છવાઇ ગઇ હતી ત્યારે પરાજિત ઉમેદવારો નાખુશ થઈ પરત ફર્યા હતા. જોકે, બેલેટ પેપરથી ગણતરી હોવાથી ભારે સસ્પેન્સ અને ઉતેજનાસભર માહોલ પણ પરીણામ પુર્વે જોવા મળ્યો હતો. હાલારનુ ચુંટણી ચિત્ર સંભવત મધરાત સુધીમાં સ્પષ્ટ થશે.

ખંભાળિયાના ધરમપુર બાદ કોલવા ગામમાં પણ રીકાઉન્ટીંગ
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના ધરમપુરમાં વોર્ડ નં-7 માં એક મતની હારજીત થતા રિકાઉટિંગ થયું હતું.જેથી ભારે રસાકસી સાથે ઇંતજારીભર્યો માહોલ છવાયો હતો. બાદમાં કોલવામાં પણ રિકાઉટિંગ થયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લો

ગામવિજેતા સરપંચ
કેશોદ (ખંભાળિયા)

રંજનબેન કશ્યપભાઈ આહીર

આંબરડી (ખંભાળિયા)

પરબતભાઈ આલાભાઇ સુવા

નાગડા (ખંભાળિયા)

લાખીબાઇ મેરામણ ગુજરીયા

મહાદેવિયા (ખંભાળિયા)

ભીખાભાઈ રામજીભાઈ નંદાણીયા

રાજપરા (ઓખામંડળ)

હીમાબાઈ કાનાભાઈ આલ

કલ્યાણપુર (ગોકલપર)

પાનીબેન વેલાભાઈ નકુમ

નવાગામ (ભાણવડ)

પાંચીબેન વિરમભાઈ બાંભવા

મોખાણા (ભાણવડ)

અમિતભાઈ વીરાભાઇ મોરી

દાંતા (ખંભાળિયા)

ગાયત્રીબા શિવુભા જાડેજા

વડાલીયા સિંહણ (ખંભાળિયા)રાણા બેચર ડગરા
ગોઇંજ (ખંભાળિયા)

તજીબેન ભરતભાઈ વિંઝોડા

કોટા (ખંભાળિયા)

શાહબાઝ યુસુફભાઈ ખીરા

મેઘપર ટીટોડી (કલ્યાણપુર)

વીંજબેન દેવશીભાઇ આંબલીયા

પોશિત્રા (ઓખામંડળ)

જશીબેન સોમાભાઈ નાંગેશ

રુપામોરા (ભાણવડ)

હંસાબેન માલદેવભાઈ પીપરોતર

શિવા (ભાણવડ)

જયશ્રીબેન લખમણભાઇ રાવલીયા

સણખલા (ભાણવડ)

ધાનીબેન આલાભાઇ કરમુર

ખજુરીયા (ખંભાળિયા)

રામાભાઇ ભોલાભાઈ આંબલીયા

માધુપુર (ખંભાળિયા)

રાધુબેન સામતભાઇ આંબલીયા

કાલાવડ સીમાણી (ખંભાળિયા)

રંજનબેન ભીખુગર અપારનાથી

ગોલણ શેરડી (ખંભાળિયા)કારીબેન સોરઠીયા
આહેર સિંહણ (ખંભાળિયા)

નારણ પરબત ચાવડા

કોટડીયા (ખંભાળિયા)

કરણા પબાભાઈ ગાગિયા

કંચનપુર (ખંભાળિયા)અમીના હાજી ખફી
ધંધુસર (ખંભાળિયા)

આશાજી માધવસંગ જાડેજા

ટોબર (ખંભાળિયા)

બબીબેન રાજપરભા કેર

પાડલી (ઓખામંડળ)

દક્ષાબેન ખેંગરભા કારા

બાટીશા (ઓખામંડળ)

ભોજાભા ભાભીસા જામ

ટુપણી (ઓખામંડળ)

ભારતી લખમણ ચાવડા

ધણકી (ઓખામંડળ)

પીરાભાઈ કમાંભાઈ નાંગેશ

ઉદેપુર (કલ્યાણપુર)

દેવશીભાઈ મૂરજીભાઈ સોનગરા

કલ્યાણપુર (ભાણવડ)

સવિતાબેન ભીમાભાઈ પરમાર

ચાંદવડ (ભાણવડ)

ગોગન પાલા કરમૂર

રાણપરડા (ભાણવડ)

હનીફાબેન હાજી હિંગોરા

રોઝડા (ભાણવડ)

શાંતીબેન ભીમાભાઇ ખુંટી

વાનાવડ (ભાણવડ)

પ્રફુલાબેન સુરેશભાઈ મધૂડીયા

કબર વીસોત્રી (ખંભાળિયા)

રમેશસિંહ ગજુભા જાડેજા

ભાણખોખરી (ખંભાળિયા)

જશુબેન હેભાભાઈ પિંડારિયા

નાના આસોટા (ખંભાળિયા)પાબી સુમાત ખુંટી
કાઠી દેવળીયા (ખંભાળિયા)

જયભદ્રસિંહ બહાદુરસિંહ વાઢેર

ગોરીયારી (ઓખામંડળ)

વેજાભાઈ જેઠાભાઈ હાથીયા

નવી ફોટ (ખંભાળિયા)

રેખાબેન જેઠાભાઈ પીંડારીયા

જૂની ફોટ (ખંભાળિયા)

ભાવનાબેન વિક્રમભાઈ ખોલા

કુવાડિયા (ખંભાળિયા)

મંજુબેન સાજણભાઈ ડેથરિયા

જુવાનગઢ (ખંભાળિયા)

રામીબેન લખમણભાઈ સુવા

ભીંડા (ખંભાળિયા)

નાથીબેન લખમણભાઈ બોદર

કાકાભાઈ સિંડહણ (ખંભાળિયા)

પુંજાભાઈ લાખાભાઈ ગોરાણિયા

નાના આંબલા (ખંભાળિયા)

સુગરા ઈબ્રાહીમ ગજણ

કોઠા વિસોત્રી (ખંભાળિયા)

નરેશ દેસુરભાઈ ગોજિયા

મોટા આસોટા (કલ્યાણપુર)

પમીબેન ભીમશીભાઈ ચાવડા

ખીરસરા (કલ્યાણપુર)

રમીલાબેન પરબતભાઈ કદાવલા

રાણપરડા (કલ્યાણપુર)

પૂરીબેન વેજાભાઈ ગોરાણિયા

પાછતર (ભાણવડ)

શિલ્પાબેન નિતેશભાઈ મોરી

ભરતપુર (ભાણવડ)

મંજુબેન સુરેશભાઈ આંબલિયા

​​​​​​​

હડીયાણામાં રીકાઉન્ટીંગ હાથ ધરાયું, પછી...
હડિયાણા : સરપંચની ચુંટણીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં રહયા હતા જેમાં મંગળવારે કરાયેલી મત ગણતરીમાં સરપંચ તરીકે જયસુખભાઇ પરમાર ચાર મતથી વિજેતા જાહેર કરાતા બંને ઉમેદવાર દ્વારા રી કાઉન્ટીંગની માંગ કરાઇ હતી જેથી રાત્રે રીકાઉન્ટીંગ હાથ ધરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...