તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેખાવનો વિરોધ:જામનગર જીજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના દેખાવ સામે દર્દીના સંબંધીઓએ સૂત્રોચ્ચાર કર્યા

જામનગર3 મહિનો પહેલા
  • મહામારીમાં વિરોધને બાજુ પર મૂકી દર્દીની સેવા કરવા અપીલ અમે દર્દીઓની સેવા બંધ કરી નથીઃ નર્સિંગ સ્ટાફ

યુનાઇટેડ નર્સિંગ ફોરમ ગુજરાત દ્વારા નર્સ ની પડતર માંગણીઓને લઇને આજરોજ તારીખ 12 ના ઇન્ટરનેશનલ નર્સિંગ ડે નિમિત્તે શરૂ કરેલ વિરોધ માં આજે બીજા દિવસે જી.જી.હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ આજે નર્સિંગ સ્ટાફ દ્વારા હાથમાં પોસ્ટર લઈશ ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ દર્શાવ્યો હતો.

દર્દીના સંબંધીઓએ સૂત્રોચ્ચાર કર્યા
દર્દીના સંબંધીઓએ સૂત્રોચ્ચાર કર્યા

જ્યારે કોરોના મહામારીમાં પણ છેલ્લા બે વર્ષથી જીવના જોખમે નર્સિંગ સ્ટાફ ફરજ બજાવતો હોય ત્યારે સરકારને અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી જેને લઇને આજથી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.જ્યારે જી.જી.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ આજે પોતાની ફરજ પર જવા પહેલા જી.જી.હોસ્પિટલ ના પટાંગણમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હાથ માં પોસ્ટર લઇ વિરોધ દર્શાવી ફરજ પર ગયા હતા અને સરકારને ચીમકી પણ આપી છે.જો તારીખ 18 સુધી અમારી માંગણી સંતોષવામાં કે સ્વીકારવામાં નહીં આવે તો અમે પ્રતિક ઉપવાસ પર ઉતરશે.

જયારે આજ ફરી યુનાઇટેડ નર્સિંસ ફોરમ દ્વારા નર્સની પડતર માંગણીઓને લઇને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતાં ગઇકાલે કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરાયા બાદ આજે જી.જી. હોસ્પિટલ નર્સિગ સ્ટાફ દ્વારા ફરીથી પોસ્ટર લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોરોના મહામારીમાં છેલ્લા બે વર્ષથી જીવના જોખમે ફરજ બજાવતાં નર્સ દ્વારા ગ્રેડ પે, ખાસ ભથ્થાઓ સહિતના વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નર્સિગ સ્ટાફ દ્વારા આજે કામગીરીથી દૂર રહી પોસ્ટરો દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તો નર્સિગ સ્ટાફ કામગીરીથી દૂર રહેતાં જી.જી. હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં નર્સિગ સ્ટાફના અભાવે દર્દીઓને મુશ્કેલી પડી હતી.

દર્દીઓના સગાઓમાં પણ આ પરિસ્થિતિને લઇને રોષ જોવા મળ્યો હતો. એકબાજુ કોરોનાની મહામારી ચાલી રહી હોય, હોસ્પિટલમાં દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર હેઠળ હોય, નર્સિગ સ્ટાફની હડતાલને લીધે દર્દીઓને મુશ્કેલીઓ પડી હતી. ત્યારે દર્દીઓના પરિવારજનોએ પણ વિરોધ કર્યો હતો. દર્દીઓના પરિવારજનોએ નર્સિગ સ્ટાફના અભાવે. નર્સિગ સ્ટાફ હાય…હાય…ના નારા લગાવી વળતો વિરોધ કર્યો હતો.

આમ કોરોના મહામારીમાં એકતરફ નર્સિગ સ્ટાફ પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો બીજીતરફ દર્દીઓના પરિવારજનોમાં પણ નર્સિગ સ્ટાફ વિરુધ્ધ રોષ જોવા મળતાં લોકોએ નર્સિગ સ્ટાફ વિરુધ્ધ દેખાવો કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...