આરોગ્ય વિભાગનો છબરડો:ભાટિયામાં વેક્સિન લીધા વગર જ રજીસ્ટ્રેશન મેસેજ આવી ગયો’ને સર્ટીફિેકટ નીકળી ગયું!

ભાટિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્ય તંત્રનો ઉડાઉ જવાબ વેક્સિન લેતા કેમ નથી, નહીં લો તો આવું જ કરવામાં આવશે
  • બીજી વખતના રસીકરણમાં આરોગ્ય વિભાગના અનેક છબરડાઓ: લોકો કહે વાઈફાઈ રસીકરણ !

કલ્યાણપુરના ભાટિયા ગામે રસીનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં વેપારી અને તેની પત્નીએ ડોઝ લઈ લીધાનો મેસેજ આવતા અને તેનું સર્ટીફિકેટ પણ ડાઉનલોડ થઈ જતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. આરોગ્ય તંત્રના છબરડાથી લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે તંત્રનું અજીબોગરીબ રસીકરણના છબડાઓ સામે આવી રહયા છેે. રસી લેવડાવતી વખતે આરોગ્ય વિભાગ દ્રારા વિધિવત રજીસ્ટેશન કરી ઓટીપી મળયા બાદ જ વેકસીન અપાય છે અને તેનું સર્ટીફિકેટ ડાઉનલોડ થઈ શકે એવુ હોય પરંતુ ભાટીયામા રહેતા અને ઈલેકટ્રોનિકસનો ધંધો કરતા પ્રફુલભાઈ પ્રજાપતી તથા તેમના પત્ની ના મોબાઈલ પર અચાનક જ વેકસીન લીધાનો મેસેજ આવ્યો એટલુ જ નહી તા.16-11ના રોજ 6/47 રસી લીધાનો મેસેજ આવ્યો તેમા ભાટીયાથી રપ કીમી દુર સતાપર ગામ ખાતે વેકસીન લીધા એવો મેસેજ આવ્યો હતો અને ત્યાર બાદ સર્ટીફિકેટ પણ ડાઉનલોડ થઈ ગયા જો કે આ મેસેજ સમયે પ્રફુલભાઈ તેમની દુકાન ભાટીયા ખાતે જ હતા એટલુ જ નહી તેમણે પોતાનો કોઈ જ પ્રકારનો ઓટીપી સેર કયર્ો નથી તેઓએ પોતે વેકસીન સમયે દુકાનમા બેઠાનો સીસી ટીવી ફુટેજ પણ રજુ કર્યો હતો.

બીજા એક કિસ્સામાં ફુલીબેન ચોપડા ને પણ રસી લઈ લીધાના મેસેજ આવ્યો ભાટીયા વિસ્તારમા આવા અનેક કીસ્સાઓ મળી આવે છે. લોકો આ નવા શોધાયેલ વાઈફાઈ વેકસીન ડોઝને આરોગ્ય તંત્રની નવી પધ્ધતી તરીકે જોઈ રહ્યા છે. જો કે આ બાબતે આરોગ્ય વિભાગે તદ્દન વિપરીત અને બેજવાબદાર વલણ દાખવ્યું છે. વેક્સિનની હોડમાં તંત્ર દ્રારા ખોટા આકંડાઓ કરી વેક્સિન મુદે સરકારને ભ્રમમાં નાખી રહ્યા છે.

વેક્સિન લો નહીંતર આવું થશે: આરોગ્ય અધિકારી
આરોગ્ય અધિકારી એ.એન. તિવારી સાથે વાત કરતા તેઓએ લાપરવાહ જવાબ આપતા જણાવ્યું કે એ તો વેક્સિન લેવા નહી આવતા હોય તેથી રજીસ્ટેશન કરી નાખ્યુ હશે. શા માટે વેક્સિન લેવા નથી આવતા જે લોકો વેક્સિન લેવા નહીં આવે તેઓને આ રીતે કરી નાખવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...