જામનગરમાં અનેક એસોસિયેશન કાર્યરત છે ત્યારે હવે પોતાને અન્યાય થતો હોવાનું જણાવીને જામનગરના રેકડીવાળા એસોસિયેશન બનાવવામાં લાગ્યા છે.
જામનગર શહેરમાં રેંકડી અને પથારાઓનો ત્રાસ ઘણા વર્ષો થયા છે આ મુદ્દે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ગયો છે ત્યારે હવે રેકડી વાળાઓ પોતાને અન્યાય થતો હોવાનું જણાવી એસોસિએશન બનાવવામાં લાગી ગયા છે એસોસિએશનનું કેવું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા રેંકડી તથા પથારાવાળાઓને અમુક એસ્ટેટ કર્મચારીઓ ખોટી રીતે હેરાન કરે છે અને અવારનવાર તેમનો માલ સામાન જપ્ત કરી લે છે. પાલિકાના કર્મચારીઓ દ્વારા તેમને અપશબ્દો પણ આપવામાં આવે છે તેમ જપ્ત કરેલા માલમાંથી 75 ટકા જ માલ પરત આવે છે આવી બધી વસ્તુઓ અને કારણોથી થયેલા રેકડીવાળાઓએ પોતાનું એસોસિએશન બનાવવામાં લાગી ગયા છે અને આ માટે તેમણે જામનગર શહેરમાં ધંધો કરતા રેંકડીઓ અને પથારાવાળાઓને પોતાના એસોસિએશનમાં જોડાવાનું આહવાન કર્યું છે જેથી હવે અગામી દિવસોમાં મહાપાલિકા અને રેકડીઓ વચ્ચે ઘર્ષણ વધે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.