મનપા કમિશ્નરે જાત નિરીક્ષણ કર્યું:જામનગરના રણજીત સાગર ડેમમાં નવા નીરની ભરપૂર આવક, હાલ ડેમની સપાટી 20.4 ફૂટે પહોંચી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદની આગાહીના પગલે મનપાના કમિશ્નર વિજય ખરાડીએ રણજીત સાગર ડેમની મુલાકાત કરી
  • રેડ એલર્ટના પગલે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી શહેરના વિકાસ કાર્યો તથા સમસ્યાઓ માટે આજે ભારે વરસાદની આગાહીના પગલે ચાલુ વરસાદમાં રણજીતસાગર ડેમ સાઈડ પર પહોંચ્યા હતા. તેમજ શહેરની અલગ-અલગ જગ્યાએ પરિસ્થિતિ જાત નિરીક્ષણ કર્યું હતું. રણજીત સાગર ડેમમાં નવા નીરની ભરપૂર આવક થઈ રહી છે. જામનગરનો જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ 27.4 ફૂટનો છે. જેમાં હાલ પાણીનો જથ્થો 20.04 ફૂટનો છે. રણજીતસાગર ડેમ પર પહોંચતા વોટરવર્ક શાખાના અધિકારી પી.સી.બોખાણી પાસે રણજીતસાગર ડેમની સપાટીની જાત માહિતી મેળવી હતી.

પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી
જામનગરને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જામનગરમાં એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે જામનગર શહેરમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ઊભી થાય તો તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી ખુદ મેદાને ઉતર્યા છે. શહેરમાં નિચાણવાળા વિસ્તાર તેમજ શહેરમાં પાણી ભરાતા વિસ્તારોમાં અને જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમની પણ મુલાકાત લીધી છે. શહેરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી દ્વારા રણજીતસાગર ડેમની પણ મુલાકાત લીધી હતી અને તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી.

ભયજનક જર્જરીત ઇમારતો તોડી પાડવામાં આવી
ભારે વરસાદની આગાહીના પગલે શહેરમાં ભયજનક જર્જરીત ઇમારતો પણ તોડી પાડવામાં આવી છે. જેથી કોઈ જાનહાની ના સર્જાય તે માટે પગલા ભરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં અલગ-અલગ પાણીના ટાંકાઓની પણ મુલાકાત લીધી હતી. જેમાં સોલરિયમ અને બેડી પાસેના પાણીના ટાંકાની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમની મુલાકાત કરી હતી અને જાત નિરીક્ષણ કર્યું હતું.

રણજીતસાગર ડેમની શું પરિસ્થિતિ છે
જામનગરનો જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ 27.4 ફૂટનો છે. જેમાં હાલ પાણીનો જથ્થો 20.04 ફૂટનો છે. રણજીતસાગર ડેમમાં 2 ફૂટથી વધું નવા નીર આવ્યાં છે. હાલ ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક સતત ચાલુ છે. રણજીતસાગર ડેમ 27.5 ફૂટ બાદ ઓરફ્લો થાય છે. મનપાના કમિશ્નર વિજય ખરાડી તેમજ વોટરવર્ક શાખાના કાર્યપાલ એન્જિનિયર પીસી બોખાણીએ જાત નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...