• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Question Arose As A Small Part Of The Slab Of The Railway Overbridge Under Construction Near Digjam Circle Was Sitting, The Manpana Engineer Said Nothing Will Happen To The Bridge For 100 Years.

મજબૂતાઈને લઈ સવાલ ઉઠ્યા:દિગ્જામ સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રીજના સ્લેબનો થોડો ભાગ બેસી જતા સવાલો ઉઠ્યા, મનપાના ઈજનેરે કહ્યું- બ્રીજને 100 વર્ષ સુધી કંઈ નહીં થાય

જામનગરએક મહિનો પહેલા
  • કૉંક્રિટની વધુ ભરાઈ થવાના કારણે શેપમાં ફેરફાર થયો છે- ઈજનેર

જામનગરના દિગ્જામ સર્કલ પાસે બની રહેલા ઓવરબ્રિજના સ્લેબનો કેટલોક ભાગ બેસી જતા સ્થાનિક લોકોએ કામગીરીને લઈ સવાલો ઉઠાવ્યા છે. ત્યારે મનપા દ્વારા તપાસ કરી દાવો કરાયો છે કે, વધુ ક્રોકીંટ પડી જવાના કારણે શેપમાં ફેરફાર થયો છે. બ્રીજની મજબૂતાઈમાં ઘટાડો થયો નથી.

જામનગરના દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જઈ રહેલા રસ્તા પર હાલ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે બ્રીજના 10 થી 16 નંબરના ગાળાનો સ્લેબ બેસી ગયો હોવાની સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી. હજી તો બ્રીજ બનીને તૈયાર પણ નથી થયો ત્યાં જ સ્લેબ બેસેલો જોવા મળતા સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.

ભાવેશ જાની, ઈજનેર મનપા
ભાવેશ જાની, ઈજનેર મનપા

સ્થાનિક લોકોની રજૂઆત બાદ મનપાના ઈજનેરો દ્વારા બ્રીજની કામગીરીનું ઈન્સપેક્સન કરવામા આવ્યું હતું. જામનગર મનપાના ઈજનેર ભાવેશ જાની દ્વારા દાવો કરાયો હતો કે, બ્રીજને આગામી 100 વર્ષ સુધી કંઈ નહીં થાય. બ્રીજનો સ્લેબ ભરતી સમયે વાઈબ્રેટરના કારણે વધુ કોંક્રીટ પડી જતા શેપમાં ફેરફાર થયો છે.

અન્ય સમાચારો પણ છે...