તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘઉં ભરવાની સિઝન આવી:ઘઉંની ગુણવત્તા આ વર્ષે ભેજથી નબળી, ભાવ એટલો જ!

જામનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાકની પેટર્ન બદલાતા સારી ગુણવત્તાના ઘઉંની આવક ઓછી, ભાવ ઘટવાની શક્યતા નહિંવત
 • જામનગર સહિત રાજકોટ, અમરેલી, જુનાગઢ, હળવદથી ઘઉંની આવક: સિઝન શરૂ થતાં શહેરની ગ્રેઇન માર્કેટમાં રોજ ઠલવાતા 200 થી 250 ટન ઘઉં

જામનગરમાં સીઝન ટાંકણે ગત વર્ષ કરતા બજારમાં ઉતરતી ગુણવતાના ઘઉંથી નબળા અને સારા ઘઉંના મણના ભાવમાં રૂ.100 નો તફાવત હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. જો કે, ઘઉંના ભાવ ગત વર્ષ જેટલા છે. પરંતુ પાકની પેટર્ન બદલાતા તથા ઝાકળના કારણે સારી ગુણવતાના ઘઉંની ઓછી આવકથી ભાવ ઘટવાની શકયતા નહીંવત હોવાનું વેપારીઓએ ઉમેર્યું છે. જામનગરમાં જિલ્લા સહિત રાજકોટ, અમરેલી, જુનાગઢ, હળવદથી ઘઉંની આવક થઇ રહી છે. શહેરની ગ્રેઇન માર્કેટમાં રોજ 200 થી 250 ટન ઘઉં ઠલવાઇ રહ્યા છે. 12 મહિનાના ઘઉંની ખરીદી શરૂ થતાં ગ્રેઇન માર્કેટમાં ઘઉંની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. પરંતુ જામનગર અને સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે પાકની પેટર્ન બદલાતા એટલે કે ચણા, જીરૂ, ઘાણાનું વાવેતર વધુ થતાં ઘઉંના ઉત્પાદનમાં આંશિક ઘટાડો થતાં અને ફેબ્રુઆરી મહિનામાં ઝાકળ તથા ભેજના કારણે ઘઉંની ગુણવતા પર અસર થવાથી સારી અને નબળી કવોલીટીના ઘઉંના 20 કીલોના ભાવમાં રૂ.100 નો તફાવત હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

હાપા માર્કેટ યાર્ડમાં મહિનામાં 2,39,804 મણ ઘઉંની આવક
જામનગરમાં માર્ચ મહિનાથી ઘઉંની સીઝન શરૂ થતી હોય હાપા માર્કેટ યાર્ડમાં ઘઉંની ધૂમ આવક થઇ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં યાર્ડમાં ઘઉંની 12042 ગુણી એટલે કે 48168 મણ આવક થઇ હતી. જયારે માર્ચ મહિનામાં યાર્ડમાં 59951 ગુણી એટલે કે 239804 મણ ઘઉંની આવક થઇ હતી. સિઝન શરૂ થતા આગામી દિવસોમાં આવક વધશે.

20 કીલો ઘઉંના રૂ.400 થી 600 સુધીના ભાવ
શહેરની ગ્રેઇનમાર્કેટમાં 20 કીલો ઘઉંના રૂ.400 થી 600 સુધીના ભાવ છે. જેમાં ટુકડા અને લોકવન ઘઉંમાં મીડીયમ કવોલીટીના રૂ.400 થી 450, સારી કવોલીટીના રૂ.450 થી 500, સુપર કવોલીટીના રૂા. 500 થી 600 અને મીલબાર કવોલીટીના ઘઉંના ભાવ રૂપિયા 330 થી 360 હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

નાનું ઘર, રખરખાવના અભાવના કારણે એક સાથે બાર મહિનાના ઘઉંની ખરીદીના પ્રમાણમાં ઘટાડો
જામનગરમાં નાનું ઘર, રખરખાવના અભાવના કારણે એક સાથે બાર મહિનાના ઘઉંની ખરીદીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. તદઉપરાંત જામનગરમાં ભેજવાળા હવામાનના કારણે ઘઉં બગડી જવાની ભીતિ પણ ખરીદીના ઘટાડા પાછળ કારણભૂત છે. ચાલુ વર્ષે પાછોતરી ઝાકળ પડતા ઘઉંની ગુણવતા પર અસર પડતા સારા અને નબળા ઘઉંના 20 કીલોના ભાવમાં રૂ.100 નો તફાવત છે. ફેબ્રુઆરી મહિનાના અંતે ઝાકળવર્ષા થતાં ગત વર્ષ કરતા ઘઉંની ગુણવતા ઉતરી છે, સાથે-સાથે પાકની પેટર્ન બદલાતા સારા ઘઉંની આવક ઓછી થઇ રહી છે. > વિશાલ મહેતા, ગ્રેઇનમાર્કેટ, વેપારી.

ઘઉંની નિકાસ ચાલુ, આગામી દિવસોમાં માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી થશે
જામનગર તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી ઘઉંની નિકાસ થઇ રહી છે. જેમાં 100 કીલોનો ભાવ રૂ.1900 થી 1950 હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. જો કે, તેની જૂજ અસર ઘઉંના ભાવ પર પડશે તેમ વેપારીઓએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો