તંત્ર ઘૂંટણીયે:પ્રચારયુદ્ધ આગળ ચાલ્યું : કમળની બાજુમાં દોરાયો પેટ્રોલ પંપ અને લખ્યું... રૂા. 55 ના રૂા. 105 કરનાર !

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં ભાજપ-કોગ્રેંસનું દિવાલ પર યુદ્ધ યથાવત છતાં કોઇ પગલાં નહીં

જામનગરમાં વહીવટીતંત્ર ભાજપ અને કોંગ્રેસ સામે ઘૂંટણીયે પડતા બંને પક્ષનું દિવાલ પ્રચાર યુધ્ધ યથાવત રહ્યું છે. શહેરમાં ક્રિકેટબંગલાની દિવાલ પર ચિતરામણા કરી ભાજપે કમળનું નિશાન દોરતા તેની બાજુમાં કોંગ્રેસે પેટ્રોલપંપ દોરી રૂ.55 ના 105 કરનાર લખતા પુન: વિવાદ વકર્યો છે. આમ છતાં તંત્ર દ્રારા કોઇ પગલાં ન લેવાતા શહેરીજનોમાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે.

જામનગરમાં સરકારી દીવાલો પર ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચારના નામે ગેરકાયદેસર ચિતરામણા કરવાની સામે તંત્ર સરેઆમ નિષ્ફળ જતાં આ વિવાદ વધુને વધુ વકરતો જાય છે. ભાજપે નિયમો અને પ્રતિબંધોનો ઉલાળિયો કરી શહેરમાં સરકારી દિવાલો પર કમળના નિશાન દોર્યા છે.

જેની સામે કોંગ્રેસે ભાજપના પક્ષના નિશાન છે ત્યાં પેટ્રોલ, ખાદ્યતેલ અને રાંધણગેસના ચિત્ર દોરી જંગી ભાવવધારો અને મોંઘવારીનો મુદો ઉઠાવ્યો છે. પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ફકત પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલો પરના ચિત્ર તંત્રએ દૂર કરી સંતોષ માની લીધો છે. જેના કારણે શહેરમાં ક્રિકેટ બંગલાની દિવાલ પર ભાજપે કમળના નિશાન દોરતા તેની બાજુમાં કોગ્રેંસે પેટ્રોલપંપના ચિત્ર દોરી રૂ.55 ના 105 કરનાર લખતા શહેરમાં આ મુદો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...