તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રખડતા ઢોરની સમસ્યા:સપ્તાહમાં મનપાએ 100 રખડતા ઢોર પકડ્યા છતાં સમસ્યા યથાવત

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પરથી ખાનગી માલિકીના ઢોર પકડાશે તો ફોજદારી થશે

જામનગરમાં સપ્તાહમાં મનપાએ 100 રખડતા ઢોર પકડયા છતાં માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા યથાવત રહી છે. રસ્તા પરથી ખાનગી માલિકીના ઢોર પકડાશે તો ઢોર માલિકો સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવશે. જામ્યુકોની આ કામગીરી કેટલી અસરકારક રહેશે તે જોવાનું રહ્યું.

જામનગરમાં માર્ગો પર રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી છેલ્લાં એક અઠવાડિયામાં મનપાએ 100 ઢોર પકડયા છે. આટલું જ નહીં ઢોર માલિકોને પોતાની માલિકીના ઢોર રસ્તા પર ન છોડવા તાકીદ કરવામાં આવી છે.

જો માર્ગો પર ખાનગી માલીકીના ઢોર પકડાશે તો ઢોર છોડવામાં નહીં આવે અને ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ સોલીડ વેસ્ટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનરે જણાવ્યું છે. પરંતુ શહેરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યા કંઇ નવી નથી અને અનેક કાર્યવાહી બાદ પણ આ સમસ્યા યથાવત રહી છે.

અન્ય સમાચારો પણ છે...