વર્ક ફ્રોમ હોમ ઇફેક્ટ:હાલારમાં કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની સમસ્યા વકરી; વિદ્યાર્થીઓમાં ઓનલાઇન શિક્ષણથી વધુ પડતો કોમ્પ્યુટર-મોબાઇલનો ઉપયોગ કારણભૂત

જામનગર8 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વિદ્યાર્થીઓમાં આ પ્રકારના રોગોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું
 • આંખને નિયમિત રીતે પટપટાવીને પાણી વધુ પીવાનો નિષ્ણાંતોનો મત

કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમ અને ડિજિટલ શિક્ષણનો વ્યાપ વધ્યો છે. જેના કારણે લોકોમાં આંખને લગતિ સમસ્યાઓ વધી છે. સતત કોમ્પ્યુટર તથા મોબાઇલ ફોનમાં કામ કરતા લોકોમાં કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનું રોગ પ્રમાણ વધ્યું છે . ખાસ કરીને ડિજિટલ શિક્ષણથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આ પ્રકારના રોગોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, તેમ જામનગરના આંખના નિષ્ણાત તબીબે જણાવ્યું છે.

ડિજિટલ શિક્ષણથી આંખોને નુકસાન
જામગનર સહિત દેશભરમાં કોરોના કાળો કહેર વર્તાવતા દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય તે હેતુથી સરકારે ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે, તો બીજીતરફ ખાનગી ઓફિસોમાં પણ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની તદઉપરાંત 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી આપી છે. પરંતુ જેમ સિક્કાને બે બાજુ હોય તેમ મહામારીમાં વર્ક ફ્રોમ હોમ કરતા અને ડિજિટલ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ સમસ્યા વકરી છે.

તકેદારી રાખવી ખૂબ જ જરૂરી
આ અંગે જામનગર આંખના નિષ્ણાંત તબીબ ડોક્ટર ભાવેશ પટેલે જણાવ્યું કે ન્યૂ નોર્મલ હેઠળ દરેક વ્યક્તિની જીવનશૈલીમાં કોઇને કોઇ પરિવર્તન આવી ગયું છે. જેના ભાગરૂપે સ્કૂલ-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ તો ઓફિસમાં હવે ઓનલાઇન મીટિંગ દિનચર્યાનો હિસ્સો બની છે. જે લોકો ઘરેથી કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલ ફોનથી કાર્ય કરી રહ્યા છે તેવા લોકોમાં અને ખાસ કરીને વિધાર્થીઓમાં આંખને લગતી સમસ્યા જોવા મળી રહી છે. જો કે, મોબાઇલ, કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે આ સમસ્યા કાયમી નથી તકેદારીથી તેનું નિદાન થઇ શકે છે.

કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ એટલે શું અને તેના લક્ષણો કેવા હોય છે ?
કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ એટલે કે ડિજિટલ આઈ સ્ટ્રેન કે જે ફોન, કમ્પ્યુટર, ટેબલેટ,ઇ-બુકના વગેરે ઇલેકટ્રોનીક ઉપકરણોના વધુ પડતા ઉપયોગથી થાય છે.

 • આંખો ડ્રાય, લાલ અને બળતરા થવી
 • દ્રષ્ટિમાં ઝાંખપ અનુભવવી
 • કચરો પડયો હોય તેમ આંખો ખૂંચવી
 • આંખોમાંથી પાણી પડવું
 • અમુક સમયે લાઇટની સામે જોવું ન ગમવું
 • આંખો થાકી જવી
 • આંખોમાં ખંજવાળ આવવી
 • ડબલ વિઝન થવું

તબીબની સલાહ વગર આંખના ટીપા કે દવા લેવી નહીં

​​​​​​​કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના લક્ષણો દેખાય કે પછી આંખની કોઇપણ અન્ય કોઇ સમસ્યા થાય તો લોકોએ આપમેળે કોઇ દવા કે ટીપાનો પ્રયોગ કરવો નહી. પરંતુ આવી સમસ્યા થાય તો ચોક્કસપણે આંખના નિષ્ણાતની ડોક્ટર સલાહ લેવી. વધુમાં આંખની સમસ્યામાં કદી પણ આંખના કોઈપણ ટીપા કે દવા ડોક્ટરની સલાહ વગર લેવી નહીં.> ડો.ભાવેશ પટેલ, આઇ સ્પેશ્યાલીસ્ટ, જામનગર.

કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમથી બચવાના ઉપાયો

 • દર 20 મીનીટે એક નાનકડો બ્રેક લેવો
 • સ્માર્ટ ફોનમાં ડાર્ક મોડ અથવા નાઇટ મોડનો ઉપયોગ કરો. આ ઉપરાંત બ્રાઇટનેસ પણ વધારો. અંધારામાં મોબાઇલનો ઉપયોગ કરવાનું ટાળો
 • રૂમની અંદર એસીનો ફ્લો સીધો આપણી આંખની સામે ના આવવો જોઇએ. કેમકે, એસીની હવા ડ્રાય હોય છે.
 • આંખને નિયમિત રીતે પટપટાવવી જોઇએ.
 • સ્ક્રીન પર એન્ટીગ્લેર ગ્લાસ લગાવી શકાય.
 • મોબાઇલ કે કમ્પ્યુટરથી આંખોને એક યોગ્ય અંતર મળે તેની તકેદારી રાખો. શક્ય હોય તો મોબાઇલનું ટીવી સાથે જોડાણ કરી દો. મોટી સ્ક્રીનના ઉપયોગથી આંખોને ઓછા તણાવનો સામનો કરવો પડે છે.
 • વધુ પ્રમાણમાં પાણી પીવું
અન્ય સમાચારો પણ છે...